• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

ભીરંડિયારા-ધોરડો માર્ગે સ્કૂલ બસે ભેંસને કચડી : પાડાને ઈજા પહોંચાડી

ભુજ, તા. 25 : ગઈકાલે વહેલી સવારે ભીરંડિયારા-ધોરડો માર્ગે હોડકો બાજુ સ્કૂલ બસે પાડા અને ભેંસને અડફેટે લેતા ભેંસનું મૃત્યું થયું હતું. જ્યારે પાડાને ઈજા પહોંચી હતી. આ અંગે ગઈકાલે ધોરડો પોલીસ મથકે ભીરંડિયારાના પશુપાલક ફતીભાઈ હાજી રાયશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભીરંડિયારા ધોરડો માર્ગે ભીરંડિયારાથી ત્રણ કિ.મી. દૂર હોડકો બાજુ 24/10ના સવારે 4 વાગ્યે ટાટા કંપનીની સ્કૂલ બસ નં. જીજે-03-એડબલ્યુ-9772વાળીના ચાલકે બસ બેદરકારી-ગફલતભરી રીતે પૂરઝડપે ચલાવી માર્ગ ઓળંગતી  ભેંસ અને પાડાને ટક્કર મારતા ભેંસના શિંગડા તોડી માથાંમાં ગંભીર ઈજા પહોંચાડી મારી નાખીને રૂા. 90 હજારની, જ્યારે પાડાને માથાં તથા પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડી રૂા. 50 હજારની એમ કુલ રૂા. 1,40,000ની નુકસાની પહોંચાડયાની  ફરિયાદ  નોંધાવી છે. 

Panchang

dd