• ગુરુવાર, 08 મે, 2025

નાણાં ખંખેરતું કોલ સેન્ટર બોર્ડર રેન્જની ઝપટે

ભુજ, તા. 31 : લોન અપાવવાના બહાને વિદેશી નાગરિકોને ફોન કરી લલચાવી બેન્ક ખાતાની માહિતી મેળવી જુદા-જુદા ચાર્જના બહાને રૂપિયા પડાવતા કોલ સેન્ટરને બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ-ભુજે બનાસકાંઠાના દીપાસર ગામની સીમમાંથી ઝડપી પાડી 16 આરોપીને રૂા. 8,36,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, તપાસમાં રહેલી ટીમને દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેઝિયાએ કરેલી રજૂઆતના આધારે વાવ તાલુકાના દીપાસર ગામની સીમમાં રહેઠાણના મકાનમાં દરોડો પાડતાં કોલ સેન્ટરને લગતા સામાન સાથે આરોપીઓ અમીસ ધર્મેન્દ્ર પટેલ, રોનકકુમાર સુનીલકુમાર મહિડા, લાલનુપૂઈ રૌફંઝુવા હૌહનાર, નંદનદાસ રાજારામદાસ, વાનલાલથજુયલ આર્કલલરકૂટ રાલટે, મેલોડી લાલમાંગીજુલાઈ કલાલડાવલંગકીમાં, પ્રિન્સસાવ પવનસાવ, કુંદનકુમાર રાજરામ દાસ, ઈપલો વિકૂટો ચોપી, અંકુવ હકાવી યેપાઠોમીન, જુલિએટ લાલદુશકી લાલીયુલીકાના, લોવીકા ત્કવહા કિહો, કનૈયાકુમાર બુરાન ઝા, મીમી લાલરોતડીકી લાલલીનીયાના, ચિરાગ એહમતસિંહ રાવલ અને વિશાલ બળવંત ઠાકુર એમ મિઝોરમ, કોલકાતા, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાત સહિત 16 યુવક-યુવતીને પકડી પાડયા હતા, જ્યારે એક આરોપી સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ હાથમાં આવ્યો નહોતો. આ ગેરકાયદે કોલ સેન્ટર ખાતેથી લેપટોપ નંગ-25, મોબાઈલ ચાર્જર-30, હેડફોન-19, પ્રિન્ટર, ડેટાકેબલ, લેપટોપ ચાર્જર, કેલક્યુલેટર, 20 મોબાઈલ, ટેબલેટ તથા રોકડા રૂા. 36,000 મળી કુલ રૂા. 8,36,900નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd