• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

નખત્રાણામાં જમાઈ અને સાસરિયા પક્ષ વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ

ભુજ, તા. 23 : નખત્રાણામાં કૌટુંબિક તકરાર અન્વયેની બેઠકમાં મામલો બિચકતાં જમાઈ અને સાસરિયા પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. બનાવમાં સામસામી ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, જમાઈ વિવેકગિરિ જયેશગિરિ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, રિસામણે ગયેલી પત્ની સાથે સમજાવટ માટે બોલાવાયા બાદ ઉમેશગર રધગર ગોસ્વામી, ભાવનાબેન ઉમેશગર ગોસ્વામી, ધનસુખગર ઉમેશગર ગોસ્વામી અને રચનાબેન વિવેકગિરિએ પરિવારના સભ્યોને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સાસરિયા પક્ષે રચનાબેને લખાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, સમાધાન બેઠકમાં ઉશ્કેરાઈ જઈ વિવેકગિરિ જયેશગિરિ ગોસ્વામી, રસીલાબેન જયેશગિરિ ગોસ્વામી, મીતગિરિ જયેશગિરિ ગોસ્વામી અને પ્રતાપગિરિ ગોસ્વામીએ પરિવારના સભ્યો સાથે મારામારી કરી હતી. ઘટનામાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang