• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

માંડવી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરાઈ

ભુજ, તા. 18 : માંડવી તાલુકાનાં એક નાના ગામની સગીરા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દેવાયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સગીરાના વાલીએ માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જુસબ ગુલામ શીરૂ (રહે. મફતનગર, શિરવા, તા. માંડવી)એ સગીરા સાથે મિત્રતા વધારીને સગીરા છાણા વીણવા જતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈ બે વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરી દીધી હતી અને આ બાબતે કોઈને કાંઈ કહેશે, તો જાનથી મારી નાખવાની સગીરાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd