ગાંધીધામ, તા. 18 : સુરજપર શ્રીહરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કચ્છ મિત્ર-એન્કર કપની
બે મેચમાં વ્હાઈટ હાઉસ ભુજએ સંસ્કાર સામે 79 રને અને શ્રદ્ધા સ્કૂલ માધાપર સામે માનકૂવા કાર્મેલ કોન્વેન્ટ
સ્કૂલે 5ાંચ વિકેટે વિજય મેળવ્યો હતો અને કવાર્ટર
ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બાટિંગ કરતા વ્હાઈટ હાઉસ ભુજએ રિષિત ઠક્કર 38, નિહાર ઠક્કર 35 અને પાર્થ પટેલના 14 રનની મદદથી સાત વિકેટે 153 રન બનાવ્યા હતા. રાજેશ ગોગલે
બે, રાજદીપ જાડેજાએ બે અને મંથન ગોસ્વામીએ બે વિકેટ
લીધી હતી. સામે સંસ્કાર ભુજ આયુષ વાઘેલા 14, ઈશાન ઘાંચી 16 અને આદિલ શેખના 12 રનની મદદથી 14.1 ઓવરમાં માત્ર 74 રન જ બનાવી શકી હતી. વ્હાઇટ હાઉસ ભુજ તરફથી નિહાર ઠક્કરે ત્રણ, પર્વ પટેલે બે અને રિશિત ઠક્કરે એક વિકેટ લીધી
હતી, જેમાં વ્હાઈટ હાઉસ ભુજનો 79 રને વિજય થયો હતો. નિહાર ઠક્કર
મેન ઓફ ધ મેચ અને મંથન ગોસ્વામી સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા. બીજી મેચમાં શ્રદ્ધા સ્કૂલ માધાપરે પ્રથમ બાટિંગ
કરતા મોસીન સમા 66, નિર્મલ ઠાકોરના
આઠની મદદથી 10 વિકેટે 17.03 ઓવરમાં 117 રન બનાવ્યા હતા. યશ કે. રાય
ત્રણ અને અપૂર્વ મહેશ્વરીએ ત્રણ વિકેટ ઝડપી હતી રનનો પીછો કરતા માનકૂવા કાર્મેલ કોન્વેન્ટના
વિકાસ રાઠોડના 49 અને શિવમ લીંબાણીના 14 રનની મદદથી પાંચ વિકેટે 19.5 ઓવરમાં 118 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
માધાપર તરફથી દેવ શાહે બે અને શિવમ પિત્રોડાએ એક વિકેટ લીધી હતી. વિક્રાંત રાઠોડ મેન
ઓફ ધ મેચ અને મોસીન સમા સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. કૈલાસ પિંડોલિયા, હિરેન ખીમાણી અમ્પાયર, તો ઈશ્વર ભંડેરીએ સ્કોરર તરીકે સેવા આપી હતી.