નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે
ન્યાયતંત્રમાં ભ્રષ્ટ આચરણ પર મહત્ત્વની ટિપ્પણી કરી હતી. નિવૃત્તિથી બરાબર પહેલાં
ન્યાયમૂર્તિઓ બાહ્ય પરિબળોથી પ્રભાવિત થઈને તાબડતોબ ફેંસલા આપે એ કમનસીબ બાબત છે. દેશના
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ
જોયમાલ્યા બાગચી અને વિપુલ પંચોલીની ખંડપીઠે કહ્યું હતું કે, કેટલાક જજ દ્વારા નિવૃત્તિના થોડા દિવસ પહેલાં ઘણાબધા ચુકાદાની પ્રવૃત્તિ વધી
ગઈ છે. આ આદેશો ન્યાયમૂર્તિઓ એવી રીતે આપવા માંડે છે, જાણે અંતિમ
ઓવરમાં છગ્ગા મારતા હોય તેવું સુપ્રીમે કહ્યું હતું. નિવૃત્તિના 10 દિવસ પહેલાં ફરજમોકૂફ કરવાના
ફેંસલાને પડકારતાં મધ્યપ્રદેશના એક ન્યાયમૂર્તિએ કરેલી અરજી પર આવી ટિપ્પણી અદાલતે
કરી હતી. એ ન્યાયમૂર્તિ પર કેટલાક સંદિગ્ધ ચુકાદા આપવાનો આરોપ છે. તેમની નિવૃત્તિ 30મી નવેમ્બરના થવાની હતી. મધ્યપ્રદેશના ન્યાયમૂર્તિ વતી દલીલો
કરનાર વરિષ્ઠ વકીલ વિપિન સાંઘીએ કહ્યું હતું કે,
તેમની કારકિર્દી બેદાગ રહી છે.