• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં યુવાન પાસેથી બેંક ખાતું મેળવી વિશ્વાસઘાત કરાયો

ગાંધીધામ, તા. 18 : શહેરના એક યુવાન પાસેથી બેંક ખાતું મેળવી તેના ખાતામાં રૂા. 10,90,868 ઓનલાઇન છેતરપિંડીના જમા કરાવી તે પૈસા ઉપાડી લઇ વિશ્વાસઘાત કરતાં બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. શહેરના ભારત નગર ઝૂલેલાલ સોસાયટીમાં રહેનાર મહેશ રાજેશ ખેરાલિયાએ કિડાણાના ભાવેશગિરિ ઇન્દ્રગિરિ ગોસ્વામી તથા ગાંધીધામના ગુરમીનસિંહ ઉર્ફે પાજી મનમોહનસિંહ ખોખર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના મિત્ર મનજીતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ મારફતે ભાવેશગિરિની ઓળખાય થઇ હતી. બાદમાં બંનેની મિત્રતા થઇ હતી. આ આરોપીઓ ફરિયાદીને ફોન કરી પોતાના પિતાના ટિમ્બરમાં ફસાઇ ગયા હોવાનું અને તારું બેંક ખાતું વાપરવા આપવા આજીજી કરતાં ફરિયાદીએ અંતે એટીએમ, પાસબુક વગેરે આ આરોપીને આપી દીધું હતું. બાદમાં ફરિયાદીના બેંક ખાતામાં આ શખ્સે પૈસા જમા કરાવી ફરિયાદીને ચેકથી પૈસા કઢાવવાનું કહેતો હતો અને આ પૈસા આરોપી ગુરમિનસિંહ ખોખરને આપી દેવા કહેતો હતો. ક્યારેક ચેકથી તો ક્યારેક બંને આરોપી એટીએમથી પૈસા ઉપાડતા હતા. દરમ્યાન બેંકમાંથી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન અંગે ફરિયાદીને ફોન આવ્યો હતો તેમજ આ ખાતાધારક સામે કર્ણાટક-બેંગ્લોર, દેવનગરી, પંજાબ, તામિલનાડુ રાજ્યોમાં સાયબર ફોડની ફરિયાદો થઇ હતી. બંને આરોપીઓએ ફરિયાદીના ખાતામાં રૂા. 10,90,868 જમા કરાવી ઉપાડી લઇ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. 

Panchang

dd