• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : વિશા શ્રીમાળી સોની અ.સૌ. હસુમતી (ઉ.વ. 69) તે કિશોરભાઇ નાનાલાલ કોંઢિયા (વાણિયાવાડ શાળાના માજી મુ.શિ.)ના પત્ની, કિરણ વિમલ રાજપરા (રાજકોટ), અસ્મિતા ધર્મેન્દ્ર રાણપુરા, ફાલ્ગુની મેહુલ લાલવાડિયા (રાજકોટ), પ્રણવ (ૐ શ્રી હરિ જ્વેલર્સ-સુખપર)ના માતા, ઉપાસના, સ્વ. વિમલકુમાર, ધર્મેન્દ્રકુમાર, મેહુલકુમારના સાસુ, ચિદાનંદ અને ખનકના દાદી, પૂર્વી, નંદન, મેઘ, દિશા, અમી, ઝીલના નાની, જસુભાઇ (એલ.આઇ.સી., કચ્છમિત્ર), કૃષ્ણાબેન નવીનભાઇ?પાટડિયાના ભાભી, ભારતીબેનના જેઠાણી, સ્વ. જયંતીલાલ હંસરાજ ભુવા (જામનગર)ના પુત્રી, ભૂપેન્દ્ર અને સ્વ. હર્ષિદાના બહેન તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 01-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : રસિકભાઇ વેલજીભાઇ અગારા (ગજ્જર) (ઉ.વ. 76) (નિવૃત્ત પી.ડબલ્યુ.ડી.) તે મોંઘીબેન વેલજીભાઇ અગારાના પુત્ર, ગં.સ્વ. રેખાબેનના પતિ, આસીકા, હેતલ, વંદનના પિતા, માધવી વંદનભાઇ અગારા તથા પરેશ ભટ્ટના સસરા, સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. રમેશભાઇ, જયવંતીબેન વસંતલાલ અંબાસિયા, વિદ્યાબેન, સાવિત્રીબેન વિનોદભાઇ જોલાપરાના ભાઇ, પાર્વતીબેન લાલજીભાઇ પીનારાના જમાઇ, મોહનભાઇ પીનારા, સ્વ. નિર્મળાબેન પ્રકાશ જોલાપરા, સ્વ. શાન્તુબેન શિવલાલ સીતાપરા, બકુલાબેન ચંદુલાલ અડિયેચાના બનેવી, સરોજબેન અગારાના દિયર, રસીલાબેન અગારાના જેઠ, મિતાંશના દાદા, સૌમ્યના નાના, જયશ્રી, ભાવના, રોશની, ભાવેશના કાકા, સાગર તથા આનંદના મોટાબાપા, હિના, કામિની, મનીષાના કાકાજી સસરા તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 01-12-2023ના સાંજે 4.30થી 5.30 શક્તિધામ, જયનગર પાસે, ભુજ ખાતે.

ભુજ : જયાબેન ધમાભાઇ કબીરા તે સ્વ. ધમાભાઇ ચકુભાઇ કબીરાના પત્ની, સ્વ. અશોક અને ગીતાબેન હીરાભાઇના માતા તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 01-12-2023ના સાંજે 5થી 6 નિવાસસ્થાને.

અંજાર : અ.સૌ. પાટડિયા કમળાબેન રજનીકાંત રતિલાલ સોની (ઉ.વ. 63) (એ.આર. જ્વેલર્સ-અંજારવાળા) તે સ્વ. ભગવતીબેન રતિલાલ વિઠ્ઠલદાસ (મૂળ અમદાવાદ હાલે અંજાર)ના પુત્રવધૂ, અમિત (મહાસમિતિ સભ્ય-અંજાર), ચિરાગના માતા, રિન્કુ, મયુરીના સાસુ, દેવીલાના કાકી સાસુ, માહિ, રાહી, ધિમહી, જાનવી, હરશિવ, દેવાંશી, દર્શિલના દાદી, ગં.સ્વ. વિજયાબેન ગુણવંતલાલના દેરાણી, દેવબાળા રમેશચંદ્ર કોંઢિયા, સ્વ. નવિનભાઈના ભાભી, નિમેષ, ધર્મિષ્ઠાના કાકી, સ્વ. ખીમજી અંબારામ માંડલિયા (રવ)ના પુત્રી, સ્વ. મોહનભાઈ, હરિલાલ, મહેન્દ્ર, નિર્મળાબેન ભગવાનજી કલોલિયા, ધર્મિષ્ઠાબેન રોહિતભાઈ કોરડિયા, મંજુલાબેન સુભાષભાઈ પાટડિયાના બહેન તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-12-2023ના શનિવારે સાંજે 4થી 5 વાગડ સમાજ વિશા શ્રીમાળી સોની સમાજવાડી, માનવ હોટલ પાસે, અંજાર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : ધનજી રામજી લાલજી ખીમાણી (લખાણિયા) (ઉ.વ. 89) તે તેજબાઇના પતિ, નારાણભાઇ, વિશ્રામભાઇ, ભીમજીભાઇ, લાલજીભાઇ, પ્રેમબાઇ, કાન્તાબેનના પિતા, સ્વ. વાલજીભાઇ હાલાઇ (દહીંસરા), સ્વ. જાદવાજીભાઇ ગાંગજિયાણી (દહીંસરા)ના સસરા તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 02-12-2023ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓનું), બહેનો માટે નિવાસસ્થાન દહીંસરા ખાતે.

માઇનાપડ-સુમરાસર જત : જત હાજી મુસા દાઉદ (ઉ.વ. 40) તે જત હુશેન દાઉદ, મ. ઇસ્માઇલ દાઉદ, ઓસમાણ દાઉદના ભાઇ, હાજી સિધિક મામદ, કાસમ મામદના કાકાઇ ભાઇ, ઇમરાન ઇસ્માઇલના કાકા, જત સુમાર અબ્દુલ્લાના જમાઇ તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-12-2023ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને માઇનાપડ (તા. ભુજ) ખાતે.

નાગલપર (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) જીતેશભાઇ વલમજીભાઇ ટાંક (ઉ.વ. 55) તે સ્વ. લીલાવંતીબેન વલમજીભાઇ ટાંકના પુત્ર, કુંદનબેનના પતિ, સ્વ. નિરાલીબેન, ઉમંગ, માનવના પિતા, સ્વ. ઉર્મિલાબેન તથા કલ્પનાબેન પ્રવીણભાઇ વેગડના ભાઇ, ભાવેશભાઇ ટાંક, હિનાબેનના સસરા, પરીના દાદા, વશિષ્ઠના નાના, સ્વ. ભચીબેન નારણભાઇ ટાંકના પૌત્ર, કિશોરભાઇ પરસોત્તમભાઇના કાકાઇ ભાઇ, સ્વ. શામજીભાઇ, સ્વ. નરશીભાઇ, સ્વ. નરોત્તમભાઇ, સ્વ. જીવરામભાઇ, પ્રવીણભાઇ ચૌહાણ, સ્વ. નિર્મળાબેન, સ્વ. હરિકુંવરબેનના ભાણેજ, અરૂણભાઇ ચૌહાણ (ગાંધીધામ), રમેશભાઇ, મોહિતભાઇના ફઇના દીકરા, સ્વ. પાર્વતીબેન બાબુલાલ વરૂના જમાઇ, હિંમતભાઇ, સતીશભાઇ, ચંદ્રિકાબેન, કોકિલાબેન, જયશ્રીબેન, સુનિતાબેનના બનેવી તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 02-12- 2023ના શનિવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

સાડાઉ (તા. મુંદરા) : શેખ અકરમ અલીમામદ (ઉ.વ. 25) (અંજારવાળા) તે મ. રહેમતુલા, મ. ઇબ્રાહીમ, મ. નૂરમામદ, રમજુ શેખ (અંજારવાળા)ના પૌત્ર, આબિદના ભાઇ, જુણેજા હાજી સુલેમાન, હાજી કરીમના ભાણેજ, શેખ જાનમામદ, શેખ શકુર (અંજાર), શેખ અલીમામદ, શેખ અનવર, રફીક જુણેજાના માસિયાઇ ભાઇ, શેખ હનીફ, શેખ અનવર, શેખ કાદર (અંજાર)ના ભત્રીજા તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 02-12- 2023ના શનિવારે સવારે 10થી 11 વૃંદાવન નગર, રહેમત મસ્જિદની બાજુમાં, સાડાઉ (તા. મુંદરા) ખાતે.

નાગ્રેચા (તા. માંડવી) : માંજોઠી મુશા જુમા (ઉ.વ. 80) તે ફકીરમામદ તથા જાકબના પિતા, આદમ ઓસમાણના કાકા, ઇરફાન, રફીક, કરીમના દાદા તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. તેમના ઇશાલ સવાબ, વાયેઝ-જિયારત તા. 02-12-2023ના શનિવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, નાગ્રેચા ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : કૈલાસબા (ઉ.વ. 65) તે જાડેજા વિક્રમાસિંહ હરભમજીના પત્ની, નાગુભા, દાનુભાના નાના ભાઈના પત્ની, નંદબા હરભમજીના પુત્રવધૂ, દિનેશાસિંહ, જયવીરાસિંહ (માજી સરપંચ સમાઘોઘા તથા  કચ્છ રાજપૂત કન્યા છાત્રાલયના ટ્રસ્ટી), ઇન્દ્રજીતાસિંહના માતા, કારુભા, કૈલાસબા, સ્વ. લીલાબાના મોટા ભાભી, પ્રતાપાસિંહ, હિતેન્દ્રાસિંહ, પ્રવીણાસિંહ, ઇન્દ્રાસિંહ, રઘુવીરાસિંહના કાકી, હરપાલાસિંહ, છાયાબા ચૂડાસમાના ભાભુ, દિવ્યરાજાસિંહ, એકલવ્યાસિંહ, ધ્રુરાજાસિંહ, જયદેવાસિંહ, પ્રિયંકાબા, જાનવીબા, કાવ્યબાના દાદી, રુદ્રાસિંહ, મોક્ષરાજાસિંહ વાઘેલા, રાજવર્ધનાસિંહ ચૂડાસમાના નાની તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-11-2023થી 04-12-2023 સુધી સમાઘોઘા દરબારગઢની ડેલીએ. ઉત્તરક્રિયા તા. 11-12-2023ના.

સણવા : ભૂરાભાઈ (ઉ.વ. 82) તે કાળાભાઈ કાનાભાઈ બારોટના પુત્ર, સ્વ. પુરીબેનના પતિ, સ્વ. ગેલાભાઈ, સ્વ. મનજીભાઈ, સ્વ. મહાદેવભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. મઘીબેન (સામખિયાળી), ગં.સ્વ. જીવીબેન (વૌવા)ના ભાઈ, રઘુભાઈ (નિવૃત્ત એસ.ટી.), કરમશીભાઈ, રાજુભાઇ (નિવૃત્ત એસ.ટી.), મોહનભાઈ (એસ.ટી. રાપર), રમેશભાઈ, કાંતિભાઈ (પીજીવીસીએલ), મહેશભાઈ (ગેટકો)ના કાકા, સ્વ. દૂદાભાઈ (લોદ્રાણી)ના જમાઈ, પુંજીબેન સાગરમાંથી (ઝીંઝુવાડા), ભીનાબેન મેહુલભાઈ (માંડલ)ના પિતા તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 04-12-2023ના સોમવારે મોરિયા તથા લૌકિકક્રિયા સવારે, રાત્રે ભજનવાણી તથા ધાર્મિક પાટપાણી નિવાસસ્થાન સણવા ખાતે.

મિયાણી (તા. અબડાસા) : સોઢા જીતુભા રામસંગજી (ઉ.વ. 72) તે સ્વ. સોઢા ટપુભા, સ્વ. ખાનજીભા, સોઢા કલુભાના નાના ભાઇ, સોઢા અજિતસિંહ, પ્રદીપસિંહ, રસીલાબા, રાજેશ્વરીબા, નિશાબાના પિતા, સોઢા વિજયરાજજી, વિક્રમસિંહ, જાલુભા, ભીખુભા, કનુભાના કાકા, જાડેજા વંકાજી વેલુભા (ઉસ્તિયા), રાઠોડ કનકસિંહ કુંભાજી (નાગ્રેચા)ના સસરા તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મિયાણી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang