વોશિંગ્ટન, તા. 17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પના આતંકવાદ વિરોધી સિસ્ટમના વડા જો કેન્ટે મંગળવારે અમેરિકા-ઇરાન સંઘર્ષને લઇને
રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે, તેહરાન `આપણા રાષ્ટ્ર
માટે કોઇ તાત્કાલિક ખતરો ન હતો.' તેમણે દાવો કર્યો હતું કે, યુદ્ધ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટસમાં તેની લોબીનાં દબાણને કારણે શરૂ થયું હતું. નેશનલ કાઉન્ટર
ટેરરિઝમ સેન્ટરના ડાયરેકટર તરીકે સેવા આપતા
કેન્ટે એક્સ પર એક પોસ્ટમાં પોતાનો નિર્ણય જાહેર કરતા કહ્યું હતું કે, `ઘણા વિચાર-વિમર્શ પછી, મેં આજથી મારા પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય
લીધો છે.'`હું સારા
અંતરાત્માથી ઇરાનમાં ચાલી રહેલાં યુદ્ધને સમર્થન આપી શકતો નથી. ઇરાન આપણા રાષ્ટ્ર માટે
કોઇ તાત્કાલિક ખતરો નથી.