ગાંધીધામ, તા. 17 : રાપરમાં રહેનાર એક કિશોરીને
વારંવાર લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી બદકામ કરી ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી
આપતા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. રાપરમાં રહેનાર એક કિશોરી ગત તા. 15-6ના રાત્રે પોતાને ઘરે હતી ત્યારે
આરોપી ગની હુશેન કુંભાર નામના શખ્સે કિશોરીનું
મોઢું દબાવી તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેણે તેની સાથે બળજબરીપૂર્વક બદકામ કર્યું
હતું. કિશોરીની શોધ બાદ તેને ઘરે મૂકી જવાઇ
હતી. તેના માતા-પિતા કામે જાય ત્યારે આ શખ્સ વારંવાર ઘરે આવી તેની સાથે લઇ જઇ બદકામ
કરતો હતો અને કોઇને વાત કરીશ, તો ભાઇઓને
મારી નાખવાની ધમકી આપતો હતો. આ શખ્સને ઠપકો આપવા જતાં તેણે ભોગ બનનારના પરિવારજનોને
ઘર ખાલી કરાવી નાખવા સહિતની ધમકી આપી હતી. આ શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.