ગાંધીધામ, તા. 17 : ગેસના બાટલાની અપૂરતી વ્યવસ્થા, અસહ્ય ભાવવધારો અને વધી રહેલી કાળાબજારીના વિરોધમાં
ગાંધીધામ મહાનગર મહિલા કોંગ્રેસ, શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા
ગેસ ના બાટલા ની નનામી કાઢી ને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પ્રથમ વખત મહિલાઓ દ્વારા
ગેસના બાટલાની પ્રતીકાત્મક 'નનામી' કાઢીને
સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગાંધીધામ મહાનગર કોંગ્રેસ
પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, કચ્છ જિલ્લા મહિલા
કોંગ્રેસ પ્રમુખ રાધાસિંહ ચૌધરી અને મહાનગર મહિલા પ્રમુખ ઉમાબેન સૈનીની સંયુક્ત આગેવાની
હેઠળ યોજાયો હતો.ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી,
ગેસ ના બાટલા આપો, કાળા બજારી બંધ કરો સહિતના સૂત્રોચાર
સાથે ગેસના બાટલાની નનામી લઈ જવામાં આવી હતી.મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને
જનતાની હાલાકીનો અવાજ ઉઠાવ્યો હતો.મામલતદાર કચેરી ખાતે જવાબદાર અધિકારીને મૌખિક રજૂઆત
કરવામાં આવી હતી. અધિકારી દ્વારા તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક પ્રતિસાદ આપી યોગ્ય
ઉકેલની ખાતરી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ એસ સી આગેવાન કોકિલાબેન ધેડા, ઓબીસી પ્રમુખ
લતીફભાઈ ખલીફા, જિલ્લા મંત્રી ભરત મ્યાત્રા, બિંદુ યાદવ, દશરથસિંહ ખગારોત, પૂર્વ
કાઉન્સિલરો શિવરાજ ગઢવી, ઝવેરબેન મહેશ્વરી, યુવા કોંગ્રેસ ના પ્રમુખ વિશાલ ધેડા,
જુમ્માબેન મહેશ્વરી, મરિયમ બેન માંજોઠી બેલાબેન
જોશી, નવીન અબચુંગ,
નરેન્દ્રભાઈ કેલા, સબીરભાઈ કુરેશી બાબુ આહીર,
બિજલ આહીર, અશરફ માંજોઠી, અરુણ હારાણી, સોમાભાઈ પરમાર સહિતના અનેક કાર્યકરો અને
આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.