• મંગળવાર, 17 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : રમણબાળા હિંમતલાલ મોરબિયા (ઉ.વ. 83) (રિટાયર્ડ પ્રિન્સિપાલ ભુજ ઇંગ્લિશ સ્કૂલ) તે ડો. હિમાંશુ મોરબિયા અને ડો. રૂપલ વિશાલ ગાંધીના માતા, ડો. નંદા મોરબિયા અને વિશાલ ગાંધી (યુ.એસ.એ.)ના સાસુ, આશકા, અનુષ્કાના દાદી, રિષા, વિહાનાના નાની, ખંડોર ન્યાલચંદ બેચર (મુંબઇ)ના પુત્રી, વાડીલાલભાઇ મોરબિયા (મૈત્રી સ્ટેશનર્સ), ધનસુખભાઇ મોરબિયા (સિંચાઇ)ના ભાભી, ભાવિન, જતિન, રાજન મોરબિયા, ધારા, ધ્વનિના કાકી તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 17-3-2026ના મંગળવારે સવારે 8.30 વાગ્યે જલારામ સોસાયટી, હોસ્પિટલ રોડ નિવાસસ્થાનેથી જૈન સ્મશાનગૃહ, ડોસાભાઇ ધર્મશાળાની બાજુમાં જશે.

ભુજ : પ્રવીણ પરમાર (ધમો) (ઉ.વ. 42) તે સ્વ. ગીતાબેન મનસુખ ખીમાભાઇ પરમારના પુત્ર, સવિતાના પતિ, શારદા, સ્વ. સરોજબેન, રાજેશના ભાઇ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન ઇન્દિરાનગર, ઓરિયન્ટ કોલોની પાછળ, ભુજ ખાતે.

ભુજ : રાજેન્દ્રભાઈ ગોપાલજી સોનેતા (ઉ.વ. 64) તે સ્વ. માણેકબેન ગોપાલજી સોનેતાના પુત્ર, સ્વ. ધીરજબેન (દિવાળીબેન) ચંદ્રકાંત પવાણી, સ્વ. શાંતિલાલ હંસરાજ ઠક્કર, સરલાબેન (સઉબેન)ના નાના ભાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. ધનજીભાઇ, સ્વ. કેશવજીભાઇ, સ્વ. પ્રાગજીભાઈ, ભચીબેન, રામાબેનના ભત્રીજા, ચંદ્રકાંત પ્રાગજી પવાણીના સાળા, સ્વ. પુષ્પાબેન (સુનિતાબેન) શાંતિલાલ ઠક્કરના દિયર, સ્વ. સંગીતાબેન, જિજ્ઞાબેન, પ્રીતિબેન, બિંદુબેન, અલ્પાબેન, વિજયભાઇ, સંજયભાઇના મામા, વર્ષાબેન, પંકજભાઇ, જુગલભાઈના કાકા, સ્વ. ખીમજી પ્રાગજી, સ્વ. હરજીવન પ્રાગજી, સ્વ. છોટાલાલ પ્રાગજી (આદિપુર)ના ભાણેજ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ જ્ઞાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : હેડાઉ કલ્પનાબેન (ઉ.વ. 61) તે જવેરલાલ પ્રાણલાલના પત્ની, ભાવિન, પ્રીતિ, રાજન, રિશીના માતા, વિવાન, શિવમના દાદી, સ્વ. તારાબેન પ્રાણલાલના પુત્રવધૂ, સુરેશભાઇ, ધીરજભાઇ, નવીનભાઇ, ડમીબેનના ભાભી, સ્વ. મંગળાબેનના દેરાણી, રમાબેન અને પ્રજ્ઞાબેનના જેઠાણી, સ્વ. હેતલ, સ્વ. ગૌરવ, સ્વ. રાધિકા, ધવલ, જીત, શિવાની, વિરલ, દુલારીના કાકી, વિશ્વા, મહાલક્ષ્મી, નીતના કાકીજી, વિનોદકુમાર કાંતિલાલના સાસુ, પાર્થ, પૂજાના નાની, સ્વ. પ્રભાબેન છોટાલાલ ચૌહાણ (મુંબઇ)ના પુત્રી, રાહુલભાઇ, હિતેષભાઇ, લતાબેનના બહેન, હિતાબેન અને હેતલબેનના નણંદ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સાંજે 4થી 5 ભુજ લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : વિશાલ અનિલ શંખલપુરા (ઉ.વ. 37) તે સ્વ. અનિલ નાગજીભાઇ શંખલપુરા અને સ્વ. મીતાબેનના પુત્ર, સ્વ. સંજયના નાના ભાઇ, દયારામ નાગજીભાઇ શંખલપુરા (ગાંધીધામ), હસમુખ શંખલપુરા, પ્રફુલ શંખલપુરાના ભત્રીજા, ચંદાબેન ચિમનલાલ બકરાણિયા, સૂર્યકાંત ચંદુલાલ, જિતેન્દ્ર ચંદુલાલ સીતાપરાના ભાણેજ, નીલેશ શંખલપુરા, નિકુલ શંખલપુરા, સંદીપ શંખલપુરા, યશ શંખલપુરા, નીલ શંખલપુરા, દીપેશ અને દેવ શંખલપુરાના કાકાઇ ભાઇ, હર્ષિલ, વિશાલના માસિયાઇ ભાઇ, સિદ્ધાર્થ, રિશીના મામાઇ ભાઇ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના મંગળવારે સાંજે 5.30થી 6.30 વિશ્વકર્મા કોમ્યુનિટી હોલ, પ્લોટ નં. 1, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સુભાષનગરની સામે, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ સતાપરના માતા જમણાબેન (ઉ.વ. 83) તે સ્વ. રાઘવજીભાઈ લક્ષ્મણભાઇ પૂંજાના પત્ની, વસંતભાઇ લક્ષ્મણ (જી.ઇ.બી), કુંવરબેન ધનજીભાઈ, દેવકરણભાઇ લક્ષ્મણભાઇ (વિદ્યાનગર), ગં.સ્વ. સોનીબેન, સ્વ. દેવજીભાઈના ભાભી, અરજણભાઇ (નિવૃત્ત સિંચાઈ વિભાગ), કાનજીભાઈ, વાસુબેન, દક્ષાબેન (અમદાવાદ), પ્રવીણભાઇ (હૈદરાબાદ)ના માતા, સંદીપ (બેંગ્લોર), આનંદ (ગાંધીનગર), સ્વ. જાગૃતિ, અંકિત (શ્રીજુ હોટેલ), ઉર્વી (વડોદરા)ના દાદી, આશિષ, ધૃતિ, હસ્મિતા, અંજલિ, ચિંતનના નાની તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

માંડવી : હાલે ભુજ નિવાસી કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ કિશોરચંદ્ર વાડીલાલ મહેતા (ઉ.વ. 81) તે સ્વ. તારાબેન વાડીલાલ મૂળજીભાઈ મહેતાના પુત્ર, પુષ્પાબેનના પતિ, હિના, કેતન (ભુજ કોર્ટ)ના પિતા, સમીરભાઈ વસા, શિલ્પાના સસરા, નિધિના દાદા, ઝેનિલના નાના, સ્વ. ચતુરાબેન રવિલાલ 2ામજી મહેતા (રેહા)ના જમાઈ, સ્વ. પ્રવીણભાઈ, હરીશભાઈ, સ્વ. પ્રદીપભાઈ, નવીનભાઈ, વિપિનભાઈ, સ્વ. નયનાબેન મનસુખભાઈ દેસાઈ, જયાબેન જિતેન્દ્રભાઈ મહેતા, કમલબેન કિરીટભાઈ મહેતા, હર્ષાબેન વિરેશભાઈ દોશી, દક્ષાબેન વિપિનભાઈ શાહના ભાઈ, સ્વ. નિરંજનાબેનના દિયર, લતાબેન, પ્રજ્ઞાબેન, નીતાબેન, ચંદ્રાબેનના જેઠ, સ્વ. માણેકલાલભાઈ, અમૃતલાલભાઈ, સ્વ. ધિરજબેન, સ્વ. સૂરજબેન, સ્વ. ચંદનબેન, જ્યોતિબેનના બનેવી તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા - લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : મૂળ નાના આસંબિયાના ઠક્કર શાંતિલાલ હીરજીભાઇ કોટક (ઉ.વ. 74) તે સ્વ. સાકરબેન હીરજીભાઇ (બાબુભાઇ) કોટકના પુત્ર, સરલાબેનના પતિ, વિજયભાઇના પિતા, સ્વ. જયંતીલાલ (મુલુંડ-મુંબઇ), હિંમતલાલ (ભુજ), ભરતભાઇ (ભુજ), અરવિંદભાઇ (નાના આસંબિયા), પુષ્પાબેન મધુકાંત કતિરા (માધાપર)ના ભાઇ, સ્વ. તારાબેન (મુંબઇ)ના દિયર, સ્વ. હસ્તાબેન (ભુજ), જયશ્રીબેન (ભુજ), ભગવતીબેન (નાના આસંબિયા)ના જેઠ, દિલીપ, અનિલ, અરુણાબેન, જયશ્રીબેન, સ્વ. અશ્વિનભાઇના કાકા, હર્ષદ, મયુરીબેન ભાવેશભાઇ ઠક્કર (સંઘડ), જિગર, ભાવિક, હિનાબેન જયભાઇ ઠક્કર (માધાપર)ના મોટાબાપા, અનુપમ, નીલેશ, કિરણના મામા, સ્વ. ઠા. દામજી વિશ્રામભાઇ આથા (દેશલપર-ગુંતલી)ના જમાઇ, સુરેશકુમાર, જયંતીલાલ, ગં.સ્વ. હેમલતાબેન પ્રવીણભાઇ ઠક્કર (નખત્રાણા), સ્વ. મધુબેન કિશોરભાઇ પલણ (નખત્રાણા)ના બનેવી, શર્મિલાબેન, મેહુલ, નિખિલ, પ્રેમના માસાવિશાલ, રિંકલ, પલ્લવીબેન, કાશ્મીરાબેન, કાર્તિકકુમારના ફુઆ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, સંતોષ સોસાયટી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મેઘજીભાઈ ધનજીભાઈ વાસાણી (ઉ.વ. 79) તે જાનબાઇના પતિ, કરમશી ધનજીના નાના ભાઈ, ચંદુભાઈ, સુરેશભાઈ, સરસ્વતીબેન મોહનભાઈ લીંબાણી (દરશડી), રસીલાબેન નવીનભાઈ પોકાર (વેરસલપર), ચંપાબેન દિનેશભાઈ ડાયાની (ધાવડા નાના)ના પિતા, હંસાબેન, હર્ષાબેનના સસરા, સંકેત,નકુલ, ઉમંગ, મંથનના દાદા, ઉર્મિલાબેનના દાદાજી, નિશવના પરદાદા તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 18-3-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દેશલપર ખાતે.

વરલી (તા. ભુજ) : સુમાર ઈબ્રાહિમ ખલીફા (ઉ.વ. 85) તે અબ્દુલ (એડવોકેટ), અકબર, શેરબાનુ, જરીના, સલમાના પિતા, મ. ઓસમાણ આમદ, મ. હાસમ આમદ (દેશલપર)ના બનેવી, મ. લધા ઈબ્રાહિમ, મ. ફકિરમામદ, મ. સુમાર મામદ, મ. જુસા, મ. સિધિકના ભાઈ, મ. ઉંમર લાધા, મ. હાસમ લતિબ મામદ હુસેન, મ. હારુન, રમજુ શકુર  હુસેન, મ. જાકબ હાસમ (પદ્ધર), જુમા (સુગારિયા)ના કાકા, ગુલામ (સુખપર), સુલેમાન (ચીરઈ)ના સસરા, આબીદ, સાહિલ, અકબર, અલતાબ, સાજીદ, પપ્પુ, રફીક, ફિરોજ, રમજુ, તોસિફ, ચાંદ, ઈરફાન, ઇમરાન, અસ્લમ, અસગર, એઇજ, અર્સિનના દાદા, સરિફ, રિઝવાન, ગુલ્ફામના નાના તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-3-2026ના મંગળવારે સાંજે 6થી 7 અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, વરલી ખાતે.

ગોડપર-સરલી (તા. ભુજ) : મોગલ ઇસાક આમદ (ઉ.વ. 62) તે મુસ્તાકના પિતા, મ. અલીમામદ, મોગલ સિધિક (સિંચાઈ વિભાગ), કાસમ, ઇકબાલના ભાઈ, મોગલ અબ્દુલ બેગ, ઉમર બેગના મામાઈ ભાઈ, પઠાણ સાજીદ, અલતાબ, બાયડ અમનના સસરા તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-3-2026ના બુધવારે અસાર નમાજ બાદ સાંજે 6થી 7 ગોડપર જમાતખાના ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : શેખ દાઉદ ઉમર (ઉ.વ. 70) તે કરીમામદ ઉમર, મામદ ઉમર, નૂરમામદ ઉમરના ભાઇ, અજીજ, ઇશાક, ગફુરના પિતા, અલામખાન, અમીર હુશેન, ઉમર રમજુ, ફિરોજ, મામદ હુશેન સુલેમાનના કાકા તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-3-2026ના બુધવારે સવારે 9.30થી 10.30 સુમરાસર મસ્જિદ ખાતે.

ઉનડોઠ મોટી (તા. માંડવી) : કાનજી કરશન ઔદિચ્ય (ગાભા મારાજ) (ઉ.વ. 102) તે સ્વ. ગોવિંદ કરશન ઔદિચ્યના ભાઇ, રેવાશંકર, સંજય, ગંગાબેન, નર્મદાબેનના મોટાબાપા, પ્રકાશ, શ્યામ, વંદનાના દાદા તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-3-2026ના, બારમાની વિધિ તા. 26-3-2026ના નિવાસસ્થાન ઉનડોઠ મોટી ખાતે.

દેશલપર કંઠી (તા. મુંદરા) : જાડેજા કેસુભા જખુભા (ઉ.વ. 65) તે રાજેન્દ્રાસિંહ, મયૂરાસિંહના પિતા, દયાળજીના મોટા ભાઈ, ધવલાસિંહના મોટાબાપુ, યોગરાજાસિંહ, કૃષ્ણરાજાસિંહના દાદા, સ્વ. ભિખુભા, જટુભા, ઉદુભા, મહિપતાસિંહના કાકાઈ ભાઈ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-3-2026 શનિવાર સુધી ક્ષત્રિય સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા તા. 27-3-2026ના શુક્રવારે નિવાસસ્થાને.

રવાપર (તા. નખત્રાણા) : ચંદન કાન્તાબેન (ઉ.વ. 95) તે સ્વ. ખેરાજભાઇના પત્ની, ખીમજી વાલજીના પુત્રવધૂ, શંકરલાલ, સ્વ. જીતુભાઇ, હરેશભાઇ, સ્વ. વસંતભાઇ, જતિનભાઇ, સ્વ. તારાબેન, ગં.સ્વ. મધુબેન, મૈયાબેન, મંજુબેન, જ્યોતિબેનના માતા, જશોદાબેન, ગં.સ્વ. આરતીબેન, કલ્પનાબેન, ગં.સ્વ. જ્યોતિબેન, સોનલબેન, સ્વ. લીલાધરભાઇ, સ્વ. હરિલાલ, ગોવિંદભાઇ, મહેન્દ્રભાઇ, વસંતભાઇના સાસુ, પ્રિતેશ, બ્રિજેશ, કૃપા, દીપા, ભાવિક, દર્શન, માનસી, વૈશાલી, મોનિશા, મનાલી, રાજના દાદી, નયના, શ્રુતિ, મિહિર, પ્રસન્ન, ભાવિની, મીરાં, વિરલ, રોહિતના દાદીસાસુ, જયશ્રી, દક્ષા, કીર્તિ, સ્વ. જયંતી, ગીતા, મિતેષ, ગિતેશ, બ્રિજેશ, સંજય, ભાવના, મહેશ, હેતલ, હિમાંશુ, સલોની, સાગર, નિરાલીના નાની, માહી, સાચી, પ્રિયાંશ, અંશ, આરવના પરદાદી, હિદા, વ્રિહા, સિયાના પરનાની, વેલજી સુંદરજી સચદે (રસલિયા)ના પુત્રી, સ્વ. ધનજીભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. કસ્તૂરબેન, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. એકાદશીબેનના બહેન તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સાંજે 4થી 5 કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજવાડી, તળાવ સામે, રવાપર ખાતે (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંગિયા મોટા (તા. નખત્રાણા) : રબારી ભચીબેન સોમા (ઉ.વ. 80) તે સ્વ. સોમા કરમશીના પત્ની, સ્વ. જસા વિરમ, પાલા સાંગાના ભાભી, સ્વ. સીતાબેન જસા, સ્વ. કર્મીબેન પાલાના જેઠાણી, લાખા બુધા (મોસુણા)ના ફઈ, ભીખાભાઇ, દેવીબેન, વિંજુબેનના માતા, વંકા જેસાના કાકી તા 16-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મોટા અંગિયા ખાતે.

ગંગોણ (તા. નખત્રાણા) : પધુબા ભીમજી જાડેજા તે માધુભા, કેશુભા, ભારુભા, રવુભાના માતા તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17, 18, 19-03-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાન ગંગોણ ખાતે.

નલિયા (તા. અબડાસા) : ભાનુશાલી મૂરજી પ્રેમજી (જંગુબાપા) (ઉ.વ. 86) તે પ્રેમજી અરજણના પુત્ર, નાનજીભાઈ, ઉમેશભાઈ, સ્વ. ગાવિંદભાઈ, સ્વ. નાનબાઈ, સ્વ. કમળાબેન, સ્વ. બાબુલાલ મીઠિયા (સાંધાણ)ના પિતા, સ્વ. ભાનુશાલી માવજીભાઈ રવજી ભદ્રા (મોટી સુડધ્રો)ના જમાઈ, સ્વ. પરસોત્તમ વિશ્રામના ભાઈ, ડુંગરશી પરસોત્તમના કાકા તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના સાંજે 4થી પ ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

બેરાચિયા (તા. અબડાસા) : હરિબા જાડેજા (ઉ.વ. 91) તે સ્વ. જશુભા વેલુભાના પત્ની, ગાવિંદજી, પ્રકાશબા, બિનાબા, ચેતનાબાના માતા, નારૂભા, સ્વ. ગાભુભા, સ્વ. ટપુભા, બાલુભા, કેશુભા, જગદીશાસિંહના ભાભી, દશરથાસિંહ, દાનુભા, હરદેવાસિંહ, હિંમતાસિંહ, ભરતાસિંહના મોટીમા, મયૂરાસિંહ, પ્રદીપાસિંહના દાદી, સ્વ. સોઢા નોગજી, રતનાસિંહ, સોનાસિંહ (વેડહાર)ના બહેન તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-3-2026 શનિવાર સુધી તથા ઉત્તરક્રિયા તા. 23-3-2026ના સોમવારે નિવાસસ્થાન બેરાચિયા ખાતે.

Panchang

dd