ભુજ, તા. 17 : મુંદરાની જનતા ક્લિનિકમાં ડોક્ટરની
ડિગ્રી ન હોવા છતાં દવા કરતા શખ્સને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે
મુંદરા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધીક્ષક વિકાસ સુંડા તથા મદદનીશ પોલીસ
અધીક્ષક મુંદરા વિભાગના ગૌતમ વિવેકાનંદને મુંદરા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ
કરતા ઈસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોવાથી મુંદરા પીઆઈ એમ.એસ. રાણા
તથા પીએસઆઈ એન.પી. ગોસ્વામીનાં માર્ગદર્શન અન્વયે સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતો ત્યારે
હે.કો. પૃથ્વીરાજ ગઢવી અને આલાભાઈ રબારીને સંયુક્ત બાતમી મળી કે, મુંદરામાં અદાણી વિલમાર કંપનીની સામે આવેલાં જનતા ક્લિનિક નામનાં દવાખાનામાં
એક ઈસમ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે. આ બાતમીના પગલે મુંદરાના
તાલુકા હેલ્થ ઓફિસરને સાથે રાખી પોલીસે દરોડો પાડતાં ત્યાં ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક
દવાઓનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરતા શ્રવન કજોડમલ યાદવ (રહે. મૂળ જાલસુ, તા. આમેર, જિલ્લો-જયપુર, રાજસ્થાન)ને
વિવિધ એલોપેથિક દવાઓ તથા ઈન્જેક્શનો, દવાખાનાના સાધનો જેની કુલ
કિં. રૂા. 24,474 સાથે
ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.