• બુધવાર, 18 માર્ચ, 2026

વલસાડમાં 35 કરોડના ખર્ચે કચ્છી ભાનુશાલી સમાજવાડીનું નિર્માણ : 22મીએ લોકાર્પણ

ભુજ, તા. 17 : વલસાડ-વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં કચ્છી ભાનુશાલી સમાજના ભાઇઓ વસતા હોવાથી વલસાડમાં ધરમપુર ચોકડી પાસે વલસાડ ભાનુશાલી મહાજન દ્વારા રૂા. 35 કરોડના ખર્ચે અદ્યતન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજવાડીનાં લોકાર્પણ નિમિત્તે તા. 19થી 25 માર્ચ દરમ્યાન ધરમપુર ચોકડી ખાતે વૈકુંઠધામમાં ભાગવત કથાકાર શરદભાઇ વ્યાસની ભાગવત કથાનું આયોજન કરવામાં  આવ્યું છે.  દરમ્યાન નવનિર્મિત સમાજવાડીનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 22મીએ સવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વાડીને ઓધવ ભુવનનું નામ આપવામાં આવ્યું છે, એમ ટ્રસ્ટીઓ પઠાઇભાઇ ભાનુશાલી તથા તુલસીભાઇ દામાએ જણાવ્યું હતું. વાડીના મુખ્ય દાતા દિપેશભાઇ ગજરા  રહ્યા છે.  દીપકભાઇ પંડયાના આચાર્યપદે તા. 19 માર્ચના સવારે 11 કલાકે વાલરામ ચાલીસાથી કાર્યક્રમનો આરંભ થશે અને બપોરે 1 કલાકે પોથીયાત્રા ધરમપુર ચોકડીથી વૈકુંઠધામ (કથા સ્થળ)એ વિરામ બાદ બપોરે 2.30 વાગ્યે દીપ પ્રાગટય પૂ. હરિદાસજી મહારાજ તથા મહાનુભાવોના હસ્તે કરાશે. 3 કલાકે કથાનો પ્રારંભ, સાંજે 6 વાગ્યે કથાવિરામ બાદ સંધ્યાપાઠ કચ્છી આશ્રમ હરિદ્વારના વિદ્યાર્થીઓ દ્વારા તથા સંત હરિદાસજી મહારાજના આશીર્વચન 7.30થી 10 સુધી, ગોવિંદભાઇ તથા વસંતભાઇ દ્વારા ભજન-સત્સંગ, તા. 22ના સવારે 9 કલાકે ભગવાન વાલરામજી પાદુકાપૂજન બાદ 22મીએ રાત્રે 9.30 વાગ્યે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાજદાન ગઢવી, જીતુ ભાનુશાલી, બિરજુ બારોટ, ગોપાલ સાધુ, નીલેશ ગઢવીની સંતવાણી, તા. 23ના રાત્રે ઓધવ મહારાસ, તા. 24ના 3 કલાકથી કથા, સંધ્યાપાઠ, સાંજે 7.30થી 10 ભજન સંધ્યા, તા. 25ના સવારે 9 વાગ્યે કથાને વિરામ અપાશે. 

Panchang

dd