• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

યુનોમાં ભારતને રશિયાનું સમર્થન

મોસ્કો, તા. 27 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને રશિયાનું ખુલ્લું સમર્થન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 81મી બેઠક દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે ભારત ઉપરાંત બ્રાઝિલની પણ કાયમી સીટની દાવેદારીને સમર્થન આપ્યું. સાથે જ તેમણે પશ્ચિમી દેશો માટે વધુ કાયમી બેઠકો ફાળવવાનો વિરોધ કર્યો. લાવરોવના જણાવ્યા અનુસાર UNSCમાં સુધારાનો મુખ્ય હેતુ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાનું પ્રતિનિધિત્વ વધારવાનો હોવો જોઈએ. તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનને નવી કાયમી સીટ આપવાના વિચારનો વિરોધ કર્યો. રશિયાના મતે સુરક્ષા પરિષદની વર્તમાન રચનામાં વૈશ્વિક દક્ષિણના વિસ્તારોને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી.  યુનો મહાસભાની વર્તમાન ચર્ચા દરમિયાન ભારતની દાવેદારીને અન્ય દેશો તરફથી પણ સમર્થન મળ્યું છે. મોરિશિયસના વિદેશમંત્રી ધનંજય રામફુલે ભારતની કાયમી સભ્યપદની દાવેદારીનું સમર્થન કર્યું. પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રોએ પણ વધુ પ્રતિનિધિત્વ ધરાવતી સુરક્ષા પરિષદની જરૂરિયાત વ્યક્ત કરી અને ભારતને કાયમી પ્રતિનિધિત્વ આપવાના સમર્થનમાં વાત કરી હતી. ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન જી-4 જૂથનો હિસ્સો  છે અને ચારેય દેશો ઞગજઈમાં કાયમી તેમજ બિન-કાયમી સભ્યપદની બેઠકો વધારવાની માંગ કરે છે. 22 સપ્ટેમ્બરે જી-4 દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં પણ સુરક્ષા પરિષદમાં બંને પ્રકારની બેઠકો વધારવાની જરૂરિયાત પર ચર્ચા થઈ હતી. જાપાનના વડાપ્રધાન સાનેએ તાકાઇચીએ પણ ઞગજઈમાં કાયમી અને બિનકાયમી બંને શ્રેણીની બેઠકો વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, સુરક્ષા પરિષદની રચનામાં આજની વૈશ્વિક વાસ્તવિકતા પ્રતાબિંબિત થવી જોઈએ.  યુનોની સુરક્ષા પરિષદમાં સુધારાની ચર્ચા દરમિયાન આફ્રિકાના પ્રતિનિધિત્વનો મુદ્દો પણ મહત્ત્વનો બની રહ્યો છે. સીએરા લિયોનના રાષ્ટ્રપતિ જુલિયસ મડા બાયોએ દલીલ કરી કે, વર્તમાન સુરક્ષા પરિષદની રચના 1945ની વૈશ્વિક વ્યવસ્થાને પ્રતાબિંબિત કરે છે, જ્યારે આજે આફ્રિકાને કાયમી સીટ મળેલી નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્યો છે. તેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા પાંચ કાયમી સભ્યો છે અને તેમને વીટો પાવર મળેલો છે. અન્ય 10 સભ્યો બે વર્ષ માટે ચૂંટાય છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd