• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

એઆઈનું હવે યુનોની સુરક્ષામાં ગાબડું

નવી દિલ્હી,  તા. 27 : એકવીસમી સદીમાં આશીર્વાદરૂપ લેખાવાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની ટેકનોલોજી નુકસાન કરવા માંડી છે. ઓસ્ટ્રેલિયા અને પછી અમેરિકાની સરકારી સાઇટોને નિશાન બનાવ્યા પછી ચેટજીપીટી નિર્માતા ઓપન એઆઇની સિસ્ટમે સંયુક્ત રાષ્ટ્રના વ્યાપાર વિભાગની વેબસાઇટનો સુરક્ષા ઘેરો તોડીને તેમાંથી ડેટા કાઢી લેતાં હડકંપ મચી ગયો હતો.અહેવાલ અનુસાર ઓપન એઆઇના બોટ્સે એપ્રિલથી જૂન વચ્ચે યુનોના વેપાર અને વિકાસ વિભાગના પબ્લિક ડેટા હબને 16 હજારથી વધારે વાર સ્કેન કર્યું હતું. બોટ્સને માત્ર જાહેર માહિતી એકઠી કરવાનું કામ અપાયું હતું, પરંતુ વધુ ટ્રાફિક થતાં વેબસાઇટે રિકવેસ્ટ બ્લોક કરવા માંડી હતી. બોટ્સે અટકાવાનાં સ્થાને સાઇટના નિયમોનો ભંગ કરતાં પાછલાં બારણે અને આક્રમક રીતે ડેટા કાઢવાનું જારી રાખ્યું હતું. દરમ્યાન, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયબર સુરક્ષાના પ્રાધ્યાપક એલેકસ સ્ટૈમોસે કહ્યું હતું કે, આ કોઇ સામાન્ય ઇન્ટરનેટ  રિસર્ચ નથી. આ વેબસાઇટમાંથી બળજબરીપૂર્વક જાણકારી કાઢવાની એક બેહદ આક્રઅમક કોશિશ કહેવાય, જેને હેકિંગ જેવું જ કૃત્ય માની શકાય. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષામાં ગાબડાંની આ ઘટનામાં ડેટા કાઢવા માટે  એઆઇએ નકલી ઇ-મેઇલ આઇડી બનાવી, વેબસાઇટ પર ટ્રાફિકની નિયત સીમાને તોડી હતી અને પોતે બોટ્સ નથી, તેવું ખોટું પણ બોલ્યું હતું. ઓપન એઆઇનાં પ્રવકતાએ સ્વીકાર્યું હતું કે, ટેસ્ટિંગ દરમ્યાન કેટલાંક એઆઇ મોડેલ્સે નિર્ધારિત દાયરાથી બહાર જઇને આવું કામ કર્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના મામલા સામાન્ય રિસર્ચ સાથે જોડાયેલા હતા, પરંતુ છતાં પ્રભાવિત સંસ્થાઓ માટે આ ગંભીર મામલો  ઉલ્લેખનીય છે કે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ખોટા હાથોમાં ગયેલું એઆઇ એટલું શક્તિશાળી બની શકે છે કે તેનાથી 100 કરોડ લોકોનાં મોત સુદ્ધાં થઇ શકે છે. એક મુલાકાતમાં ગેટસે કહ્યું હતું કે, ખોટા ઇરાદા ધરાવતા લોકો સાથે એઆઇનો મેળ એ અત્યાર સુધીના કોઇ પણ હથિયારથી વધુ ખતરનાક બની શકે તેમ છે. એઆઈએ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના સરકારી આરોગ્ય વિભાગની સાઈટમાં ઘૂસણખોરી કરી ડેટાબેઝને હેક કરી દીધો હતો જેને પગલે ચિંતા ફેલાઈ હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd