• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

24 કલાકમાં ત્રણ મેચ : સિંધુએ એશિયન ગેમ્સની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી, તા. 27 : ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ રવિવારે એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મળેલી હાર બાદ આયોજકો રોષ ઠાલવ્યો હતો. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં ત્રણ સિંગલ્સ મેચ રમવા મજબૂર થયા બાદ સિંધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એશિયન ગેમ્સનું શિડયુલ યોગ્ય રીતે ગોઠવાયેલું નહોતું અને ખેલાડીઓને શારીરિક થાકમાંથી રિકવર થવા બિલકુલ સમય આપવામાં આવ્યો નહોતો. સિંધુએ શનિવારે બપોરે પોતાના બીજા રાઉન્ડની મેચ રમી હતી. ત્યારબાદ તેનો ત્રીજા રાઉન્ડનો મુકાબલો શનિવારે મધ્યરાત્રિ પછી એટલે રવિવારે રાત્રે આશરે 1 વાગ્યે પૂરો થયો હતો. પૂરતી ઊંઘ અને આરામ વિના, શારીરિક રીતે થાકેલી સિંધુએ રવિવારે બપોરે 1:30 વાગ્યે ચીનની ચેન યુફેઈ સામે ક્વાર્ટર ફાઇનલમાં કોર્ટ પર ઉતરવું પડયું હતું, જેમાં અંતે તેને પરાજયનો સામનો કરવો પડયો હતો. જિમ્નેશિયમ હોલમાં ટેક્નોલોજીના અભાવે પણ સિંધુની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. ચીની ખેલાડી સામેની ક્વાર્ટર ફાઇનલ જેવી મહત્ત્વપૂર્ણ મેચમાં અમુક લાઇન કોલ અત્યંત ક્લોઝ હતા પરંતુ હોક-આઇ સુવિધા ન હોવાને કારણે તે અમ્પાયરના નિર્ણયને પડકારી શકી નહોતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd