જોહાનિસબર્ગ, તા. 27 : જોહાનિસબર્ગ
ખાતે રમાયેલી બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 32 રને હરાવ્યું હતું. દક્ષિણ
આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 366 રનનો ટાર્ગેટ
આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 333 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. એક તબક્કે આ મેચ રોમાંચક રહી હત. પ્રથમ
બાટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે 365 રનનો વિશાળ
સ્કોર ખડક્યો હતો. દક્ષિણ આફ્રિકાએ માત્ર 20 રનમાં માર્કરમ (0) અને ડી કોક (15)ની વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ટેમ્બા બાવુમાએ લડાયક સદી (116 બોલમાં 103 રન) ફટકારીને બાજી સંભાળી હતી.
બાવુમાએ યુવા મેથ્યુ બ્રિટ્ઝકે (34) સાથે મળીને
ઇનિંગને સ્થિરતા આપી હતી. ડેવિડ મિલરે 142 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી
હતી. કેપ્ટન મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે 84-84 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. માર્શે માત્ર 53 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે હેડે 76 બોલનો સામનો કરી 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સ્કોરબોર્ડ ફરતું રાખ્યું
હતું. નીચલા ક્રમમાં ઝેવિયર બાર્ટલેટે તોફાની અંદાજમાં બાટિંગ કરતા માત્ર 26 બોલમાં 50 રન ઝૂડી કાઢયા હતા. આ ઉપરાંત
અન્ય બેટ્સમેનોમાં મેટ રેનશો (32 રન) અને જેક
એડવર્ડ્સે (25 રન) પણ ટીમ માટે ઉપયોગી યોગદાન
આપ્યું હતું. પણ ટીમ 333 રને ઓલઆઉટ
થઈ ગઈ હતી.