• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

નાના કપાયામાં 43 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 27 : મુંદરાના નાના કપાયામાં મૂળ બિહારના આનંદકુમાર ફરુકરાયને માદક પદાર્થ ગાંજાના 871 ગ્રામ જથ્થા કિં. રૂા. 43,550 સાથે એસઓજીએ ઝડપી પાડયા હતા. એસઓજીએ બાતમીના આધારે આનંદકુમારને 871 ગ્રામ ગાંજો કિં. રૂા. 43,550, એક મોબાઇલ કિં. રૂા. 5000 અને રોકડા રૂા. 3070 એમ કુલ રૂા. 51,620ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એ.ડી. પરમાર, પી.કે. ઝાલા, એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, સિદ્ધરાજસિંહ ઝાલા, હે.કો. ગોપાલભાઇ ગઢવી, ભાવેશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, એલ.આર. રવીન્દ્રભાઇ રાઠોડ, કોન્સ. મિતેશ રાજગોર જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd