ભુજ, તા. 27 : ખાવડા પોલીસ મથકે નોંધાયેલા
ચોરીના નાસતા-ફરતા ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી પાડયા હતા. એલસીબીની ટીમે બાતમીના આધારે
ખાવડા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના નાસતા-ફરતા ત્રણ આરોપી મુસ્તાક અયુબ સમા, ઈમરાન અશરફ સમા અને સાજીદ અબુભખર સમા (રહે.
ત્રણે નાના દિનારા)ને ઝડપી આગળની કાર્યવાહી અર્થે ખાવડા પોલીસને સોંપ્યા હતા.