ભુજ
: મૂળ રતનાલના પ્રદ્યુમનસિંહ જુવાનસિંહ જેઠવા (ઉ.વ. 61) તે
સ્વ. જુવાનસિંહ નપુજીના પુત્ર, પૃથ્વીરાજસિંહ, દેવેન્દ્રસિંહ, અજિતસિંહ, વિલાસબા
વનરાજસિંહ ગોહિલ (ભંડારિયા), મીનાબા શક્તિસિંહ ઝાલા
(ડુમાણા)ના ભાઇ, સ્વ. મોહનસિંહ, ફતેસિંહ,
કનકસિંહના કાકાઇ ભાઇ, સત્યરાજસિંહ, હેમરાજસિંહના પિતા, સ્વ. મનુભા જાલમસંગ જાડેજા (નાની
ખેડોઇ)ના જમાઇ, યશપાલસિંહ, યુવરાજસિંહ,
યશરાજસિંહના કાકા, ધર્મરાજસિંહના મોટાબાપુ તા.
12-7-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-7-2026ના ગુરુવારે
નિવાસસ્થાને માધવ પાર્ક, ભાનુશાલી નગર, ભુજ ખાતે તથા પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 શક્તિધામ, ભુજ ખાતે (ભાઇઓ તથા બહેનો માટે). બેસણું નિવાસસ્થાન ભુજ ખાતે.
ભુજ
: મૂળ બાલાચોડ મોટી (તા. અબડાસા)ના પરમાર ખુશાંતસિંહ રમેશભા (રાજપૂત) (ઉ.વ. 21) તે
પૂનમબેન,
સ્વ. રમેશભા શામજીના પુત્ર, નવીનભાઇ, સ્વ. દિલીપભાઇ, જેન્તીલાલ, શાંતાબેન,
ગંગાબેન, પાર્વતીબેનના નાના ભાઇના પુત્ર,
સ્વ. મુકેશ, પુનિત, હાર્દિક,
પ્રિત, પ્રીતિ, ચાંદની,
આરતીના કાકાઇ ભાઇ તા. 12-7-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 14-7-2026ના મંગળવારે સાંજે 4થી
5 રાજપૂત
સમાજવાડી,
રઘુવંશી ચોકડી, નવી રાવલવાડી, ભુજ ખાતે તથા નાનાણા પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 16-7-2026ના
સવારે 8થી
5 સુધી
ભવાનજી રામજી સોલંકી, મામા જયેશ ભવાનજી સોલંકી,
શ્યામ ભવાનજી સોલંકીના નિવાસસ્થાન દરશડી ખાતે.
અંજાર
: સારસ્વત બ્રાહ્મણ પ્રતિમાબેન (ઉ.વ. 64) તે સ્વ. હર્ષદભાઈ દેવશંકર
કનૈયાના પત્ની, પ્રતીક, કરણના માતા,
સ્વ. લીલાવંતીબેન દયાળજી રામજી પંડ્યાના પુત્રી, જટાશંકર રામજી પંડ્યાના ભત્રીજી, રાજેન્દ્ર (નિવૃત્ત એસ.ટી.), સ્વ.
સુરેશભાઈ, જેષ્ટારામ, ડાહીબેન
વિઠ્ઠલદાસ ધિક્કાના બહેન, નિકેશ, અંકિતાના
ફઈ,ભાવિકાબેન અને રમેશભાઇના ફઈસાસુ તા. 12-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-7-2026ના
મંગળવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, નિગાળિયા ફળિયાં સામે અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
આદિપુર
: મૂળ ધનાવાડાના મહેશ્વરી જમનાબેન લક્ષ્મણભાઇ (લખન) સિજુ (ઉ.વ. 49) તે
લક્ષ્મણભાઇ (લખન)ના પત્ની, લક્ષ્મીબેન કારાભાઇ દેશરભાઇ,
ખીમજીભાઇ, વેલજીભાઇ, સ્વ.
મંગલભાઇ, અશોકભાઇ, લાલજીભાઇના પુત્રવધૂ,
નારાણ, કિશોર, ધીરજભાઇના
ભાભી, ચિરાગના માતા તા. 12-7-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-ઘડાઢોળ (પાણી) તા. 14-7-2026ના મંગળવારે
સવારે નિવાસસ્થાન ઘર નં. 6, ત્રણવાળી, સેવાકુંજ,
બાજીગરવાસ, આદિપુર ખાતે.
માંડવી
: ખીમઇબાઇ કટુઆ (ઉ.વ. 73) તે સ્વ. મીઠુભાઇના પત્ની, સ્વ. પ્રેમજી કટુઆ, દિનેશ કટુઆ, પ્રેમલા (બારઇ)ના માતા, આશાબેન, રાણુબેન, ચાંપશી વિંઝોડા (બારઇ)ના સાસુ, રાહુલ કટુઆ, દીપેશ કટુઆ, હિરેન
કટુઆ, નેન્સીબેન, લક્ષ્મીબેન, ધૃપ્તિબેનના દાદી, કૌશિક નોરિયા (તલવાણા)ના દાદીસાસુ,
નારાણ મારાજ, લાલજી મારાજ (દુર્ગાપુર)ના બહેન
તા. 13-7-2026ના
અવસાન પામ્યા છે.
સિનુગ્રા
(તા. અંજાર) : હિંમતભાઇ નરસિંહ વાઢેર (ઉ.વ. 64) તે સ્વ. કાશીમા તથા સ્વ. નરસિંહ
વાઢેરના પુત્ર, ગીતાબેનના પતિ, મહેશ,
મિતેષ, પાયલના પિતા, રાધિકાબેન,
અંશિકાબેન, દિનેશભાઇના સસરા, ધ્રુવ, વેદિકાના દાદા, હેમાંગી,
ભવ્યના નાના તા. 12-7-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 15-7-2026ના બુધવારે સાંજે 5થી
6 શ્રીકૃષ્ણ
પ્રણામી મંદિર, બજાર ચોક, સિનુગ્રા
ખાતે.
ગઢશીશા
(તા. માંડવી) : દીપ અમૃતલાલ રંગાણી (ઉ.વ. 28) તે ડાહીબેન કાનજી પેથા
રંગાણીના પૌત્ર, શારદાબેન અમૃતલાલ કાનજી રંગાણીના પુત્ર,
જીનલબેનના પતિ, રીવાનના પિતા, શોભનાબેન સુરેશ કાંતિલાલ રૂડાની (હરિપુરા હાલે મિરજાપર-ભુજ)ના જમાઈ,
નર્મદાબેન પ્રેમજી પારસિયા ભેરૈયાના દોહિત્ર, વિશનજીભાઇ,
સ્વ. રમણીકભાઇ, વલ્લભજીભાઇ, લક્ષ્મીબેન નરેન્દ્ર વાસાણી (દહીંસરા)ના ભત્રીજા, શ્વેતા,
તૃપ્તિ, ભુમિત, વિપુલ,
નિક્ષિત, રુતિકા રાજ વાસાણીના ભાઈ, દીક્ષિતા, હેતલ, રિયાના દિયર,
તિથિ, જ્યોત, રુદ્વી,
દિવ્યમના કાકા તા. 12-7-2026ના અવસાન પામ્યા છે.
સાદડી તા. 14-7-2026ના
સવારે 8થી
11.30 અને
બપોર પછી 3થી
5 ઉમિયાનગર
લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ગઢશીશા ખાતે.
આશરાણી
(તા. માંડવી) : સંગાર કલ્યાણ મગાભાઇ (ઉ.વ. 85) તે સ્વ. મગા જખુના પુત્ર, વાલબાઇના પતિ, કરશન, રમેશ,
લક્ષ્મીબેન, સ્વ. મીનાબેનના પિતા, પ્રવીણ, કોમલ, ભૂમિ, કૃપા, રિદ્ધિના દાદા, સ્વ.
લક્ષ્મીચંદ, સ્વ. નારાણ, સામજીભાઇ,
ખીમજીભાઇ, ચંદુભાઇ, ભાણબાઇ,
કાનબાઇના ભાઇ, જગદીશભાઇ લક્ષ્મીચંદભાઇના
મોટાબાપા તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-7થી
14-7-2026 નિવાસસ્થાન
આશરાણી ખાતે.
દરશડી
(તા. માંડવી) : જાડેજા ભીખુભા નારાણજી (ઉ.વ. 30) તે નારાણજી કેણજીના પુત્ર, સ્વ. રાજુભા કેણજી, મયાબા, ચંચળબાના ભત્રીજા, અજિતાસિંહ,
રાણુભા, જગુભા, રાયસંગજી,
તારાબા, કંકુબા, સોનલબા,
જ્ઞાનબા, સોનલબાના ભાઈ, ભગીરથાસિંહ,
કુલદીપાસિંહ, મહાવીરાસિંહ, બટુકાસિંહ, પ્રિયાબા, જાનવીબા,
હેતવીબાના કાકા, વીરેન્દ્રાસિંહ, યશ્વીબાના પિતા, ગોહિલ સજુભા ગંભીરાસિંહ
(ખદલપર-ભાવનગર)ના જમાઇ તા. 12-7-2026ના અવસાન પામ્યા છે.
સાદડી નિવાસસ્થાને.
રવા
(તા. અબડાસા) : જાડેજા મનહરબા નોઘણજી (ઉ.વ. 82) તે સ્વ. જાડેજા નોઘણજી કાનજીના
પત્ની,
રામસંગજી કાનજીના ભાભી, આશુભા, રઘુભા, રાજેન્દ્રસિંહના માતા, નરેન્દ્રસિંહ,
સ્વ. દશુભા, હકુમતસિંહના મોટાબા, ભગીરથસિંહ, રાજવીરસિંહ, યુવરાજસિંહ,
ધર્મરાજસિંહના દાદી તા. 11-7-2026ના અવસાન પામ્યા છે.
બેસણું તા. 12-7થી
23-7-2026 સુધી
નિવાસસ્થાને સુંદરમ પાર્ક, નારાયણ ડેરીની સામે, મુંદરા ખાતે. પ્રાર્થનાસભા તા. 18-7-2026ના
શનિવારે સવારે 9થી
સાંજે 6 રવા
ખાતે.
અકરી
મોટી (તા. અબડાસા) : જાડેજા જયુભા ભૂપતાસિંહ (ઉ.વ. 60) તે
સ્વ. જાડેજા અનુભા ભૂપતાસિંહ, જાડેજા કિશોરાસિંહ,
ભૂપતાસિંહના નાના ભાઈ, જાડેજા રવિરાજાસિંહ
અનુભાના કાકા, જાડેજા બિજરાજાસિંહ, જયુભાના
પિતા તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. દશાવો (સુવાળા) તા. 21-7-2026 મંગળવારે
અને ઉત્તરક્રિયા તા. 22-7-2026 બુધવારે, સાદડી
અકરી મોટી ખાતે.