• મંગળવાર, 14 જુલાઈ, 2026

સાત દિવસમાં સક્રિય થશે ચોમાસું

નવી દિલ્હી, તા. 13 : દેશમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નબળું પડેલું ચોમાસું 20 જુલાઇથી ફરી ગતિ પકડશે. વરસાદી મોસમ થંભી જતાં ભારતીય જનજીવનમાં ઉચાટ વચ્ચે દેશના મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા એક સપ્તાહમાં ચોમાસું જામશે તેવો શુભ વર્તારો અપાયો છે. ઉપગ્રહ તસવીરમાં પૂર્વ, મધ્ય અને પૂર્વોત્તર ભારતમાં ગાઢ વાદળ જોવા મળ્યાં હતાં. ગુજરાત સહિતના ભાગો વરસાદી વહાલ ઝંખી રહ્યા છે. બાંગલાદેશ અને પૂર્વોત્તર પર સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષોભની અસરથી આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ ગતિ પકડશે. મોસમ વિજ્ઞાન વિભાગે ઉત્તરપ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું હતું. પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં અનરાધાર વરસાદનાં કારણે અનેક સ્થળે ભૂસ્ખલન થતાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 126 રસ્તા બંધ થઇ ગયા હતા.

Panchang

dd