ભુજ, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છી નવું
વર્ષ આષાઢી બીજની ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના કાંઠે કચ્છ લોકસભા
તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજિત `સાંસદ કચ્છ કાર્નિવલ - 2026' અંતર્ગત
સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કે.ડી.સી.સી બેંક, ભુજ ખાતે આયોજનના ભાગરૂપે કાર્નિવલમાં ભાગ લીધેલ વિવિધ શાળા, સંસ્થા અને મંડળો સાથે તેમજ કાર્નિવલ માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના
સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આયોજનમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે વિવિધ સૂચનો કરાયા હતા. ઉપરાંત આ બેઠકમાં
જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ
મીત ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, રિતેન ગોર ઉપસ્થિત રહ્યા
હતા. ઉપરાંત કાર્યક્રમ ઇન્ચાર્જ સમિતિ, સ્ટેજ પ્રોટોકોલ
વ્યવસ્થા સમિતિ, સ્ટેજ સ્વાગત સમિતિ, મંડપ-લાઈટ
અને સાઉન્ડ સમિતિ, ડેકોરેશન સમિતિ, ઇનામ
અને મોમેન્ટો સમિતિ, પાસ વિતરણ સમિતિ, નિર્ણાયક
સમિતિ, કૃતિ સમિતિ, પાર્કિંગ વ્યવસ્થા
સમિતિ, પોલીસ અને સિક્યુરિટી સમિતિ, એમ્બ્યુલન્સ
અને ફાયર સમિતિ, લીગલ પરમિશન સમિતિ, પીવાના
પાણીની સમિતિ, ફૂડ કિટ સમિતિ, મીડિયા
વિભાગ સમિતિ, સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, બેનર અને પ્રિન્ટિંગ સમિતિ,
કલાકાર સમિતિ, ફોટોગ્રાફી-એલ.ઈ.ડી. અને લાઇવ
સમિતિ, ટેકનિકલ વિભાગ સમિતિ, જિલ્લા
પાસ વિતરણ અને આમંત્રણ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.