ગાંધીધામ, તા. 13 : આદિપુર તોલાણી કોમર્સ કોલેજમાં એડમિશન પ્રક્રિયા
દરમિયાન ફી ઓનલાઈન તથા યુપીઆઈ અને બેન્કિગના માધ્યમથી સ્વીકારવામાં આવે છે પરંતુ
ગ્રામીણ વિસ્તારમાંથી આવતાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ને મુશ્કેલીઓનો સામનો
કરવો પડે છે જેથી ફી રોકડમાં પણ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે
રજૂઆત કરાઇ છે. એન એસ યુ આઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ને પાઠવેલા પત્રમાં
જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને કોઈપણ પ્રકારની ભેદભાવ પૂર્ણ
અથવા તો અવ્યવસ્થિત પ્રક્રિયા બંધ કરવામાં આવે. વિદ્યાર્થીનીઓની સુરક્ષા ને ધ્યાને
લઈને એડમિશન બારી અલગ ખોલવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત શોચાલય બાથરૂમની
વ્યવસ્થા ખાડે ગઈ છે.તાત્કાલિક દરવાજા રીપેરીંગ કરવા સહિતની કામગીરી કરવામાં આવે
તેવી માંગ કરવામાં આવી છે. પત્ર પાઠવતી વેળા એ ગાંધીધામ એન એસ યુ આઈ ના પ્રમુખ
મયુર સૂંઢા,મહામંત્રી પરેશ ફુફલ,મંત્રી
સાહિલ પઠાણ,દીપક મહેશ્વરી, સરફરાઝ બાયડ,શાહિદ કોરેજા,સુફિયાન ધોબી,સુરેશ
મારાજ,પાર્થ,અજય દાફડા, દિવ્ય રાજગોર,સમીર ડુંગળીયા,સમીર
પાતારિયા,નિખિલ પાતારિયા,ગર્લ્સ મંત્રી
દિવ્યાંશી પાતારિયા,નમ્રતા કટુવા,નેહા
મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.