ભુજ, તા. 13 : માધાપરના ખાનગી સર્વિસ સ્ટેશનમાંથી નિશાચરો
દ્વારા રૂા. 1.53 લાખના
માલસામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે માધાપર પોલીસ મથકે દિવ્યેશભાઈ
પરબતભાઈ કામણિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનું પોતાનું સર્વિસ સ્ટેશન માધાપરના
જૂનાવાસમાં શાને પંજાબ હોટલની સામે આવેલું છે.
ગત તા. 11/7ના
રાતે 12 વાગ્યા પછી અહીંથી કોઈ અજાણ્યા
ચોર ઈસમે ટ્રકના ટાયર, બે બેટરી, 150 લિટર
ડીઝલ તથા વ્હીલની ચાર પ્લેટ એમ કુલ રૂા. 1.53 લાખના સામાનની ચોરી કરી લઈ ગયા
છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.