• મંગળવાર, 14 જુલાઈ, 2026

ભુજમાં શ્રીદેવી નાઈટ બજારના મટકા રમાડતો પન્ટર જબ્બે

ભુજ, તા. 13 : શહેરમાં ગઈકાલે રાતે મટકાના આંકડાનો જુગાર રમી-રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. ગઈકાલે રાતે 8.30 વાગ્યાના અરસામાં મોટા બંધ પાસે જાહેરમાં લોકો પાસેથી શ્રીદેવી નાઈટ બજારના વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમી-રમાડતા અક્ષય દિલીપભાઈ ભાટિયા (રહે. ભાનુશાલીનગર, ભુજ)ને રોકડા રૂા. 780 તથા બોલપેન-ડાયરી સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd