ચેન્નાઇ, તા. 13 : સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષના
સંગાથ પછી આઇપીએલની સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સાથેનો નાતો તોડયો છે. ફ્લેમિંગે
સીએસકેનું કોચપદ છોડી દીધું છે. તેના માગદર્શનમાં સીએસકે ટીમે પાંચ આઇપીએલ અને બે
ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યા હતા. આજે સીએસકે ફ્રેંચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં
જણાવ્યું છે કે બન્ને પક્ષે સમજૂતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સ્ટીફન
ફ્લેમિંગના આભારી છીએ. સૂત્રો મુજબ મહેન્દ્રસિંહ ધોની સીએસકેનો મેન્ટર બને તેવી
સંભાવના છે. હેડ કોચ ફ્લેમિંગના માર્ગદર્શનમાં સીએસકે ટીમ સતત ત્રીજી સીઝનમાં
પ્લેઓફ રાઉન્ડ સુધી પહોંચી શકી ન હતી. આઇપીએલ-2026માં 8મા
અને 202પ
સીઝનમાં અંતિમ સ્થાન પર સીએસકે ટીમ રહી હતી. ફલેમિંગના કોચિંગવાળી ટીમ ટેકસાસ સુપર
કિંગ્સ ટીમ એમએલસી લીગમાં પણ આખરી સ્થાન પર રહી છે. તેના એક દિવસ બાદ તેઓ સીએસકે
ટીમથી દૂર થયા છે. સીએસકેમાં એક સમયે કોચ ફલેમિંગ અને કપ્તાન ધોનીની જોડી સફળતાના
શિખર પર બિરાજમાન હતી.