• મંગળવાર, 14 જુલાઈ, 2026

કિડાણામાં વીજચોરી પકડવા આવેલી ટીમના કર્મી ઉપર હુમલો

ગાંધીધામ, તા. 13 : અહીંના કિડાણા ભૂકંપનગર વિસ્તારમાં વીજચોરી અંગે તપાસમાં ગયેલી વીજતંત્રની ટીમના એક કર્મચારીને માર મારી ફરજમાં રૂકાવટ કરતાં ત્રણ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કિડાણાના ભૂકંપનગર વિસ્તારમાં આજે સવારે આ બનાવ બન્યો હતો. જામનગર પી.જી.વી.સી.એલ.માં ચેકિંગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ફરિયાદી સમીર છોટાલાલ ચોટાઈ અને તેમની ટીમ અહીં આવી હતી. આ ટીમમાં જામનગર, મોરબી, અંજાર, ભુજ સર્કલમાં ફાઈલ પ્રમાણે દરોડા પાડી વીજચોરી પકડવાની કામગીરી આવે છે, જે અંતર્ગત અંજાર સર્કલના કિડાણા ગામમાં આ ટીમ આવી હતી, જ્યાં એક મકાન બહાર જઈ આ ટીમે પોતાની ઓળખ આપી હતી, જ્યાં મહિલાએ ઘરે કોઈ હાજર ન હોવાનું કહેતાં આ ટીમ આગળ વધી હતી. દરમ્યાન પાડોશમાં રહેતા આરોપી જાનમામદ ખારા, મુસ્તાક ખારા, મામદ ખારા ત્યાં આવી અને આ ટીમ સાથે બોલાચાલી, ઝઘડો કરવા લાગ્યા હતા તેમજ વીજચોરીની તપાસ કરવા નહીં દઉં તેમ કહી ફરિયાદીને ત્રણેય શખ્સે માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd