• સોમવાર, 22 જૂન, 2026

અંજારમાં મોહરમના અંતિમ દિવસે 26મીએ માનસ મહોબ્બત મજલિસ યોજાશે

અંજાર, તા. 21 : કરબલાના અમર શહીદોની યાદમાં મોહરમ નિમિત્તે  પૂર્વ કચ્છ નાયબ કલેક્ટર ચોધરીના અધ્યક્ષસ્થાને અંજારમાં શાંતિ સંમેલનની બેઠક યોજાઈ હતી. તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુએ મોહરમ  સમગ્ર માનવધર્મ-માનવજાત માટે એક મિશાલ હોવાનું જણાવ્યું હતું, મોહરમના અંતિમ દિવસે તા. 26/6/2026 સર્વ ધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે, નિયમિત રૂટ મુજબ તાજિયાના સરઘસ નીકળશે. અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું કે, તાજિયાના રૂટ ઉપર  દર વર્ષની જેમ નગરપાલિકા તરફથી લાઇટોની વ્યવસ્થા સંભાળવામાં આવશે, વીજતંત્ર તરફથી લાઈટની કોઈ પણ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્રના કર્મચારીઓ સાથે રહેશે, પોલીસ તરફથી ટ્રાફિક વ્યવસ્થા તથા સરઘસો શાંતિથી પસાર થાય તે વ્યવસ્થા સંભાળવામાં આવશે. 

Panchang

dd