ગાંધીધામ, તા. 21 : ઉત્તર ભારતને કચ્છ સાથે જોડતી
આલાહઝરત એક્સપ્રેસમાં એસી કોચની સંખ્યા વધારવા માટે ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ઉત્તર રેલવેના જનરલ મેનેજર
રાજેશકુમાર પાંડેને પાઠવેલા પત્રમાં ચેમ્બર
પ્રમુખ તેજાભાઈ કાનગડે ઉત્તર ભારતની મજબૂત રેલ કનેક્ટિવિટી માટે આલાહઝરત
એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી અને બે સેકન્ડ એસીના કોચ વધારવા માટે ભારપૂર્વકની રજૂઆત
કરી હતી. કચ્છ રાજ્યનું મુખ્ય ઔદ્યોગિક મથક
છે અને રાજસ્થાન, હરિયાણા,
પંજાબ, દિલ્હી, હીમાચલ પ્રદેશ,
ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર
સહિતનાં રાજ્યના લોકો અહીં વસવાટ કરે છે. આલાહઝરત એક્સપ્રેસ ઉત્તર ભારતને કચ્છ સાથે જોડતી મહત્ત્વની રેલ લિન્ક તરીકે સેવા આપે છે અને આખુ
વર્ષ ક્ષમતાથી અધિક માંગ સાથે ચાલી રહી છે. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ
એસી કોચમાં લાંબી પ્રતીક્ષાયાદી રહેતી હોય
છે. આ ટ્રેનમાં વધારાના એસી કોચ જોડવાથી ઉત્તર ભારતનાં રાજ્યોને કચ્છના
પ્રવાસનની મુલાકાતે આવતા ઉતર ભારતના લોકોને પણ રાહત થશે. વિવિધ સંગઠનો,
સમાજ, વેપારી સંગઠનોની રજૂઆત અંતર્ગત કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.