• સોમવાર, 22 જૂન, 2026

યોગ માત્ર શારીરિક વ્યાયામ નહીં પણ જીવન જીવવાની કળા છે

ભુજ, તા. 21 : રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના ઙ્કઢજ્ઞલફ રજ્ઞિ ઇંયફહાવું અલયશક્ષલઙ્ખની થીમ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે `િમયાવાકી વન'ના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2000થી વધુ યોગપ્રેમી જોડાયા હતા. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું કેવડાપ્રધાનના 12 વર્ષના સફળ શાસનમાં તેમણે ભારતના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં યોગને વડાપ્રધાને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડયો છે. સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાતી સામૂહિક ઉજવણી આ જ પ્રયાસનો એક ભાગ છે. શ્રી છાંગાએ જણાવ્યું કે, યોગ માત્ર શારીરિક વ્યાયામ નહીં, પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એક દિવસ માટે નહીં, પરંતુ  દૈનિક જીવનમાં અપનાવવો જોઇએ. યોગથી માત્ર શરીર જ નહીં, પરંતુ મન પણ સ્વસ્થ બને છે. યોગના કારણે તણાવ ઘટતાં સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે યોગ સાથે જોડાઇને સ્વસ્થ ગુજરાત અભિયાનનો આપણે સૌએ ભાગ બનવું જોઇએ.સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા મહાનગરપાલિકા તથા જ્યાં નગરપાલિકા છે, ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે  યોગ દિવસના 10 કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નખત્રાણામાં ટી.ડી. વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જી.એમ.બી. પોર્ટ એરિયા, અંજારમાં મૂરલીધર આહીર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પી.એમ. લીંબાણી સ્કૂલ-દયાપર, ગાંધીધામમાં રમતગમત સંકુલ, મુંદરામાં કોસ્ટગાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોલકાતાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઇ સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં  ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણીનિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીપ્રાંત અધિકારી અનિલ જાદવ, જિ. ભાજપ મહામંત્રી હિતેશ ખંડોલ, સ્મૃતિવનના ડાયરેક્ટર મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકલની તાલીમ આપવામાં આવી હતી. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.તો અબડાસાના નયનરમ્ય પિંગલેશ્વર બીચ ખાતે યોગ દિવસની ઉજવણીમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંદ પવન-દરિયાના મોજાનાં અવાજ વચ્ચે યોગાસન કરાયા હતા. 

Panchang

dd