ભુજ, તા. 12 : બે દિવસ પહેલાં રાત્રે હાજાપર-થરાવડા
માર્ગે અલ્ટો કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમે વરલીના વૃદ્ધને છરી બતાવી તેનો મોબાઈલ
લૂંટી લીધો હતો. આ અંગે વરલીના 60 વર્ષીય ગોવિંદભાઈ
મ્યાજરભાઈ બરાડિયા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 10/4ના રાત્રે 9.30 વાગ્યાના અરસામાં બાઈકથી હાજાપર-થરાવડા
રોડ પર ગઢવીભાઈની વાડી પાસે આવેલા વળાંક પાસે પહોંચતા અલ્ટા કારમાં આવેલા 30થી 35 વર્ષીના ત્રણ અજાણ્યા ઈસમે તેને ઊભા રખાવી, છરી બતાવી, ગાળો આપી ફરિયાદીનો
મોબાઈલ કિ. રૂા. પાંચ હજાર લૂંટીને લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.