ગાંધીધામ, તા. 12 : અંતરજાળના તળાવની પાળ પાસે
બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રકમ જપ્ત કરી હતી. અંતરજાળના
મોમાઈ નગર સરકારી શાળા પાછળ તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાં જુગાર રમાઈ રહ્યો હતો.
દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અચાનક છાપો માર્યો હતો અને અહીંથી લખમણ મલા મ્યાત્રા, કાના વજા દાફડા, શંભુ
સવા મ્યાત્રા, બીજલ દેવાયત આહીર તથા દેવજી ભીમજી બલદાણિયા નામના
શખ્સોને પકડી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2830 જપ્ત કરવામાં આવ્યા હતા.