ભુજ : માંજોઠી ઇસ્માઇલ (ઉ.વ. 62) તે મ. મુશા હુશેનના પુત્ર, અબ્દુલના પિતા, ઇબ્રાહિમ,
સુલેમાન, શકુર, અબુબકરના
મોટા ભાઇ, સિકંદર (કોન્ટ્રાક્ટર)ના મોટાબાપા, અલ્તાફ, અબ્દુલશકુર, રજાક,
ફારૂકના સસરા તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ અનંતરાય મંગલદાસ ભટ્ટ (ઉ.વ. 74) તે સ્વ. પુષ્પાબેન મંગલદાસ
ભટ્ટના પુત્ર, કુસુમબેનના પતિ,
ધર્મેશ, પૂર્વીના પિતા, તર્જનીના
સસરા, સ્વ. હીરાગૌરી અમૃતલાલ ઉપાધ્યાયના જમાઈ, સ્વ. મુકેશ ઉપાધ્યાયના બનેવી, સ્વ. લીલાધરભાઈ ભટ્ટ (ભુજ),
હરજીવન ભટ્ટ (નલિયા)ના કાકાઇ ભાઈ, સ્વ. મહેન્દ્ર,
ગં.સ્વ. પ્રમોદબેન દિલીપભાઈ ગોરના ભાઈ, બિપિન કલ્યાણજી
ગોર (શિણાઈ) (ભુજ)ના વેવાઈ, ક્રિશિવના દાદા તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 30-4-2025ના સવારે 8 વાગ્યે વાલરામ નગર, કોડકી રોડ, પ્રભુનગર પાસે,
ભુજથી સ્વર્ગપ્રયાણધામ, ખારી નદી જશે.
ભુજ : સાલેમામદ સુલેમાન બકાલી (ઉ.વ. 90) (નિવૃત્ત જી.ઇ.બી.) તે મરિયમબેનના
પતિ, અયુબ (બાબુભાઈ ), આદમ
(ગેટકો), હાજિયાણી મ. હાજરા ઓસમાણ, હાજિયાણી
અમીના અયુબના પિતા, મ. મામદ દાદા, મ. હાજી
ઇસ્માઇલ સુલેમાન, હાજી જુમા સુલેમાન, અબ્દુલા
દાદા, કાસમ સુલેમાન, રહેમતબેન હુશેન,
હવાબેન અલીમામદના ભાઈ, વસીમ (પીજીવીસીએલ),
અખ્તર (પીજીવીસીએલ), અનીશ, રેશમા, અંજુમ, ઉઝમાના દાદા,
મ. અશફાક, આસિફ (ગેટકો), અલ્તાફ, અશરફ (પીજીવીસીએલ), અસલમ,
સીરીન અનવર (કસ્ટમ), અકિલા મુસ્તાક (એસ.ટી.)ના
નાના તા. 28-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2025ના સવારે 8:30 વાગ્યે નિવાસસ્થાને
હિંગલાજ વાડી, ભુજ ખાતે.
અંજાર : મૂળ સતાપરના કમળાબેન રાજલ (ઉ.વ.75) તે સ્વ. શિવલાલ પદમાસિંહ રાજાના
પત્ની, સ્વ. વેલબાઈ પદમશીના પુત્રવધૂ, સ્વ. જમનાબેન મણિલાલ નથુભાઈ ચંદારાણા (આધોઈ)ના પુત્રી, દીપક (ચકીવાળા), નીતિન, પરેશ,
પ્રફુલ્લ (નિજાનંદ ક્લોથ સ્ટોર)ના માતા, દીપાબેન,
દામિનીબેન, મીનાબેનના સાસુ, સ્વ. દિલીપભાઈ પદમશીભાઈ રાજા, રુક્ષ્મણીબેન ગોવર્ધનદાસ
લાખાણી, ગુણવંતીબેન હીરાલાલ શેઠિયાના ભાભી, ગં.સ્વ. ઉર્મિલાબેનના જેઠાણી, હિના રાજેન્દ્રભાઈ (રાજુ),
રીટાબેન જયંતીભાઈ લાખાણી, દીપાબેન અલ્પેશકુમાર
ચંદે, પુનિતા અમિતકુમાર વ્યાસ, મમતા યોગેશભાઈ
સોનેતા, હર્ષા શૈલેષકુમાર રૂપારેલ, પૂજા,
ભાવિના મોટીમા, દિનેશ મણીલાલ ચંદારાણા (ભુજ),
મંજુલાબેન પોપટલાલ રૈયા (ભચાઉ), વિજયાબેન શાંતિલાલ
કાથરાણી (મુંબઈ), મધુબેન કાંતિલાલ માણેક (રાપર)ના બહેન,
તારાબેનના નણંદ, નીલમ, ભૂમિ,
વિવેક, પ્રિયા, નંદ,
જય, રિયા, વીરાના દાદી,
અવની, તિથિ, ભવ્ય,
જીયાન્સી, રાશિ, શ્રુતિ,
રાઘવ, શિવમ, ધ્યાના,
યુક્તિના નાની તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-4-2025ના બુધવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : ગુંસાઇ ગજેન્દ્રપુરી રેવાપુરી (ઉ.વ. 60) તે સ્વ. સાકરીબેન રેવાપુરી
ગુંસાઇના પુત્ર, જયાબેનના પતિ, ચંદ્રેશપુરી, રેખા, પ્રિયંકા,
કાજલના પિતા તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. સંતવાણી તા. 4-5-2025ના રાત્રે 9.30 વાગ્યે નિવાસસ્થાન વિજયનગર
કોર્ટની પાછળ, અંજાર ખાતે.
મુંદરા : સુમરા જરીનાબાઈ (ઉર્ફે બાઈ) (ઉ.વ. 70) તે મ. સુમરા ઓસમાણ ગની ગોવરના
પત્ની, સુલેમાન, સલીમ,
મ. ઇકબાલ, મ. રફીકના માતા, મ. કાસમના કાકી, મ. સુમરા સિદિક હસનના પુત્રી,
સુમરા કરીમ, રજાકના મામી તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 ઈદગાહ વાડી, નદીવાળા નાકા ખાતે.
મુંદરા : સમેજા હાજી ઇસ્માઇલ જુસબ (ઉ.વ. 70) તે મ. આદમ જુસબ, જુનસ જુસબના ભાઈ, મામદભાઈ
મલેક (ભુજ), સલીમભાઈ સમેજા (માંડવી)ના સાળા, રફીક અને તૌફીકના પિતા, શાહિદ સમેજા (એડવોકેટ-ભુજ),
શૌકત સમેજા (એડવોકેટ-ભુજ)ના કાકા, ફૈઝલ,
ફવાઝ, ફારૂકના મોટાબાપા તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-5-2025ના ગુરુવારે સવારે 11થી 12 શા મુરાદ બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
માંડવી : મેમણ મોહંમદ ઇસ્માઇલ (ઉ.વ. 71) તે મ. ઓસમાણ હાસમ (ગોધરા)ના
પુત્ર, મ. અબ્દુલકરીમ, અબ્દુલમઝીદ,
અબુબકરના ભાઇ, મોહસીન (સુરત), અલ્તમસ, ડો. હબીબ, વસીમ (મુંબઇ)ના
પિતા, અબ્દુલ અઝીઝ અબ્દુલ સતાર (કોડાય)ના સસરા, મેમણ મો. કાસમ હાજી સુલેમાન (કોટાઇ)ના માસીઆઇ ભાઇ, અબ્દુલગની
સાલેમામદ (કોટાઇ)ના મામાઇ ભાઇ, મ. મેમણ ફકીરમામદ સાલેમામદ (બેકરીવાલા)ના
જમાઇ, અબ્દુલ ગની સિધિક (ટપાલી) (શિરવા) અને મ. ઇબ્રાહિમ સિધિક
(ટપાલી)ના સાળા તા. 26-4-2025ના
મુંબઇ-મલાડ ખાતે અવસાન પામ્યા છે. તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બહેનો માટે
કુર્આન ખ્વાની ધવલ પાર્ક, મેમણ મોહંમદ
અસલમ અ.કરીમના નિવાસસ્થાને તેમજ ભાઇઓ માટે જિયારત સાંજે 5 વાગ્યે ધવલ પાર્ક ખાતે આવેલ મસ્જિદ ખાતે.
માનકૂવા (તા. ભુજ) : રતનબેન મનજી વરસાણી (ઉ.વ. 65) તે મનજીભાઇ રામજીભાઇ વરસાણીના
પત્ની, રાજેશ, સ્વ. હરીશ,
દક્ષાબેન, મંજુલાબેનના માતા, રિચાબેનના સાસુ, હેમાની, ક્રિશાના
દાદી, ગોવિંદ, શાંતિલાલના સાસુ તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-5-2025ના સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે લેવા પટેલ સમાજવાડી, કાંધાવાડી અને બહેનો માટે બાઇઓના સ્વામિ. મંદિર,
જૂનાવાસ, માનકૂવા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ નલિયાના કંસારા પરમાર મંજુલાબેન ભાણજીભાઇ
(ઉ.વ. 76) તે સ્વ. ભાણજી ખેંગારભાઇના
પત્ની, સ્વ. જમનાબેન ખેંગારભાઇના પુત્રવધૂ,
પરેશ, જ્યોતિ, સ્વ. હરેશ,
કમલેશના માતા, અંજનાબેનના સાસુ, કમલ, ભાવિકના દાદી, પ્રિયા-બ્રિજેશના
નાની, સ્વ. ગિરધરલાલ, સ્વ. હંસરાજ ડુંગરશીના
ભાઇના પત્ની, સ્વ. જવેરલાલ, સ્વ. કાન્તિલાલ,
સ્વ. વીરેન્દ્રના ભાભી, કમળાબેનના દેરાણી,
સ્વ. પુષ્પાબેન, લક્ષ્મીબેનના જેઠાણી, જયેશ, ચંદ્રેશના કાકી, સ્વ. મનોજ,
જેઠાલાલ, દીપક, અનિષ,
સાગરના મોટામા, સ્વ. તુલસા વિસનજી ટોકરશી કટ્ટા
(નેત્રા/રવાપર)ના પુત્રી, ગુણવંતીબેન કટ્ટા, સ્વ. ભરત (બંને રવાપર)ના બહેન તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ઠાકર મંદિર સમાજવાડી, કાંધાવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટી વિરાણીના મારૂ કંસારા સોની વેણીલાલ
શાંતિલાલ સોલંકી (ઉ.વ. 63) તે સ્વ. કોકીલાબેન
શાંતિલાલ સોલંકીના પુત્ર, કલ્પનાબેનના
પતિ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. મનજીભાઈના નાનાભાઈના
પુત્ર, છગનલાલ (રવાપર), ગં.સ્વ. જયાબેન
નાનાલાલ (વિથોણ), ગં.સ્વ. વનિતાબેન કેશવલાલ (અંજાર)ના ભત્રીજા,
મંજુલાબેન નરોત્તમ (નખત્રાણા), કલ્પનાબેન હસમુખભાઈ
(માધાપર), શીલાબેન રાજેશભાઈ (વડોદરા), જગદીશભાઈ
(ભુજ)ના ભાઈ, રવિન્દ્રકુમાર, જુલીબેન (અંજાર)ના
પિતા, વર્ષાબેનના જેઠ, જિગરકુમાર બારમેડા
(અંજાર), સેતુબેનના સસરા, ખુશીબેન,
વૈભવીબેનના મોટા બાપા, હર્ષી, તનવીરના દાદા, એલિન, મેલવીનના નાના,
નીલેશ, નીલમ, ઈશ્વર,
સંકેત, ગ્યાની, ગ્યાનેશના
મામા, સ્વ. હીરાલાલ વિનોદભાઈ, દિનેશભાઇ,
હરેશભાઇ દીપકભાઇ, ગોંવિદભાઇ, દીપક મનજી, કાન્તિલાલ, દીપક છગનભાઇ,
કિરણભાઇ, સંજયભાઇના મોટા ભાઈ, જમનાબેન ભગવાનદાસ બારમેડા (નેત્રા)ના જમાઈ તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2025ના
ગુરૂવારે સાંજે 4થી 5ના સોની સમાજવાડી, માધાપર ખાતે.
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ધરમશીંભાઇ પરબતભાઇ
રાઠોડ (ઉ.વ. 97) તે સ્વ. મુક્તાબેનના પતિ, સ્વ. ભવાનભાઇ પરબત રાઠોડના મોટા ભાઇ,
સ્વ. અમૃતબેનના જેઠ, રતિલાલ, રજનીકાંત, ધીરજલાલ, ગિરધરલાલ,
શાંતિલાલ, વિનોદ, ગુણવંતાબેનના
પિતા, કંચનબેન, વનિતાબેન, સ્વ. વર્ષાબેન, રીટાબેન, કરુણાબેન,
પ્રીતિબેન, ચંદુલાલના સસરા, પ્રભુલાલ અને કિરણબેન (વડોદરા)ના મોટા બાપા, ભાવિની,
વિભા, હેમા, આશિષ,
દિવ્ય, દીપ્તિ (સોની), કવિતા,
રચના, હિરેન, કેવલ,
રૂચિતા, સ્વાતિ, શિવમ્,
દીપ્તિ, બિનલ, બંસરી,
દિશાના દાદા, શીતલ, વિપુલ,
યોગેશ, પૂજા, પૂર્વીના નાના.
મંત્ર, આદિવ, યાજ્ઞીના પરદાદા તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.
ત્રંબૌ (તા. ભુજ) : ચિરાગ નવીનભાઇ કાતરિયા (ઉ.વ. 16) તે મનજી દેવશીના પૌત્ર, પ્રીતિબેન તથા નવીનભાઇના પુત્ર, શામજીભાઇ, મહેશભાઇ, ભરતભાઇના ભત્રીજા,
રાહુલ, હેતલના ભાઇ, શાંતિલાલના
ભાણેજ તા. 29-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2025ના સવારે 10થી 11 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
દુજાપર (તા. માંડવી) : પંચગંગાજી હરેશ રતિલાલ પટણી (ઉ.વ. 19) તે કાંતિલાલ રામજી, જીવણ રામજી, બાબુ રામજી,
જગમાલ રામજી, કાલીદાસ રામજી, રમેશ હીરાભાઇ, પૂનમ હીરાભાઇ, મુકેશ
હીરાભાઇ, રાજેશ પોપટભાઇના પૌત્ર, નટવર કાંતિભાઇ,
શિવજી બાબુભાઇ, અરવિંદ જીવણભાઇ, રાજેશ જગમાલભાઇ, નીતેશ કાલીદાસ, રમેશ બાબુભાઇ, મણિલાલ બાબુભાઇ, પ્રવીણ કાંતિલાલ, ભરત જીવણભાઇ, દિનેશ બાબુભાઇના ભત્રીજા, જગદીશ સોમાભાઇ, વિશાલ રાજેશભાઇ, ગોવિંદ નટવરભાઇ, રમેશ રતિલાલ, વિપુલ રામલાલના ભાઇ તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 30-4-2025ના સવારે 9થી 5, સંતવાણી તા. 1-5-2025ના રાત્રે 9.30થી 12.30 નિવાસસ્થાન
ગંગાજી પાસે.
મોટા ગોણિયાસર (તા. માંડવી) : જયાબેન ઠક્કર (ઉ.વ. 85) તે ઉમરશી વેલજી ઠક્કરના પત્ની, સ્વ. વેલબાઈ વેલજીના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન વલ્લભદાસ ગણાત્રા (માંડવી)ના પુત્રી, ડો. રાજેન્દ્ર (કોડાયપુલ), એડવોકેટ જિતેન્દ્ર (ગાંધીધામ)ના
માતા, ગીતાબેન, હર્ષિદાબેનના સાસુ,
સ્વ. લીલાવંતીબેન (શેરડી), સ્વ. રાધાબેન (કોડાય),
સ્વ. સરસ્વતીબેન (જિયાપર), સ્વ. મૂરજીભાઈ (મોટા
ગોણિયાસર), ગં.સ્વ. વિમળાબેન (શેરડી), રમેશભાઈ
(મોટા ગોણિયાસર), ગં.સ્વ. મૃદુલાબેન (મોટા ગોણિયાસર)ના ભાભી,
ગં.સ્વ. કસ્તૂરીબેન, મધુબેનના જેઠાણી, નારણજી (માંડવી), શાંતિલાલભાઈ (માંડવી), અનિલભાઈ (માંડવી), સ્વ. દિનેશભાઈ (મુંબઈ), સ્વ. ગાવિંદભાઈ (ભુજ), સ્વ. દમયંતીબેન (મુંબઈ),
સ્વ. જયશ્રીબેન (મુંબઈ), લીલવંતીબેન (ભુજ),
સાવિત્રીબેન (અંજાર)ના બહેન, સ્વ. દરિયાલાલ રાજદે
(ઉખેડા), ભગવાનજીભાઈ મૂળિયા (ગાંધીધામ)ના વેવાણ, એડવોકેટ અક્ષય, અશ્વિની જીત કાથરાણી, રિયા અને પલકના દાદી તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન મોટા ગોણિયાસર ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : નાનજી કાનજી ગરવા (શેખા) (ઉ.વ. 66) તે સ્વ. ભચીબેન કાનજીના પુત્ર, રામજીભાઇ, પરસોત્તમભાઇ,
તુલસીદાસ, મણિબેન છગનલાલ (બેરૂ), વાલબાઇ કાનજી (ઉગેડી), સ્વ. નાનબાઇ બાબુલાલ (નાના અંગિયા),
કેશરબેન રણછોડભાઇ (સરલી), શાંતાબેન રામજી (ઘડુલી)ના
ભાઇ, મંજુલાબેન સુરેશ (ડાકડાઇ), દમયંતીબેન
રમેશ (વિરાણી), વિનોદ, ઇશ્વર, ગવરીના પિતા, સવિતાબેન વિનોદના સસરા, સ્વ. દામજી હીરજી (આદિપુર), સ્વ. છગનલાલ હીરજી (મંગવાણા),
મણિલાલ હીરજી (મંગવાણા)ના ભત્રીજા, સ્વ. વાલજી
વિશ્રામ (મેઘપર)ના જમાઇ, કાનજી વાલજી (પાનધ્રો), ભવાન વાલજી (વિરાણી મોટી)ના બનેવી, રવિભાઇ, પ્રવીણભાઇ, કિરણભાઇ (પ્રા.શિ.), ભરતભાઇ, યોગેશના કાકા, નીલેશ,
મીત, હરેશ, રાજેશ,
સવિતા, જ્યોતિ, વિમળાના મોટાબાપા,
હિતેષ, ક્રિષ્ના, દીપા,
અશ્વિની, વૃદ્ધિ, નંદની,
શુભમ, આરાધ્યા, લવ,
પ્રિન્સ, રુદ્રના દાદા તા. 28-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 2-5-2025ના શુક્રવારે સવારે 9.30 કલાકે ઘડાઢોળ તેમજ બેસણું નિવાસસ્થાને
ખાંભલા રોડ ખાતે.
પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : મૂરીબેન રાજાભાઇ ચારણ (ઘરડા)
(ઉ.વ. 96) તે સ્વ. રાજાભાઇ રામજીના પત્ની, જીવીબેન, કુંવરબેન,
પારુબેન, સ્વ. રમણીક, શાંતાબેન,
વિઠલભાઈના માતા, સ્વ. વેલજીભાઈ સામત ગોવાર (આદિપુર)ના
બહેન, સ્વ. જીવાભાઈ, વાલજીભાઈ, મગનભાઇ, સ્વ. કરસનભાઇ, છગનભાઇ,
હરિભાઈના કાકી, જેઠાભાઇ, નારણભાઇના મોટા ભાભી, નરાસિંહ, નવીન, જેન્તીના મોટામા,
મહેન્દ્ર, હંસા, કૌશલ્યા,
અનિશા, જ્યોતિ, ઋતિકના દાદી
તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 1-5-2025 તથા તા. 2-5-2025ના ગુરુવાર તથા શુક્રવારે નિવાસસ્થાન
પલીવાડ ખાતે.
ઘડાણી (તા. નખત્રાણા) : મહેશ્વરી વીરબાઇ વાલજી ગડા તે મનજીભાઇ, પેરાજ દાદુ, સ્વ. દામજી,
સ્વ. કરમશીભાઇના ભાભી, સ્વ. ધનજીભાઇ, સ્વ. નેણશીભાઇ, હરેશભાઇ, ખીમજી,
ખીમઇબાઇ, લાલબાઇ, ધનબાઇ,
ગીતાબેનના માતા, વાલજીભાઇના મોટામા, અમિત, પ્રવીણ, લાલજી, જિગર, જયના દાદી, કાનજી ખમુ ધેડા,
ધનજીભાઇના બહેન તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-5-2025ના રવિવારે રાત્રે આગરી અને
તા. 5-5-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન ઘડાણી ખાતે.
પાનધ્રો (તા. લખપત) : ખલીફા સેરબાનુબેન (ઉ.વ. 37) તે ઇબ્રાહિમના પત્ની, મામદ જાફરના પુત્રવધૂ, હુશેન ઉર્ફે દાદાના ભાભી, શરીફ, આહિલ, ફૈયજાનના માતા, લતીફ અલીમામદ
(રવાપર)ના પુત્રી, અબ્દરેમાન અને મજીદ (રવાપર)ના બહેન,
હુસેન મુબારક અને રમધાનના ભાણેજી, ઓસમાણ,
જાકબ અને હારુનના ભત્રીજી તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-5-2025ના શુક્રવારે સવારે 10 કલાકે જામા મસ્જિદ,
પાનધ્રો ખાતે.