• બુધવાર, 01 જુલાઈ, 2026

જી-સાત દેશોનું સાર્થક મહત્ત્વ

વિશ્વના બદલાતા જતા રાજદ્વારી સમીકરણો અને નાના કે મોટા સંઘર્ષેના સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી વૈશ્વિક સંસ્થા તેની ઉપયોગિતા ગુમાવી રહી છે ત્યારે સહકાર અને વિકાસ માટે વિવિધ સમૂહો હવે અસરકારક સાબિત થઈ રહ્યા છે. આર્થિક, લશ્કરી અને પ્રાદેશિક સ્તરે વગદાર એવા દેશોના નાના-નાના સમૂહો જે રીતે સક્રિય બન્યા છે તેનાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની નબળાઈને ભરપાઈ કરવામાં મદદ મળી રહી હોવાની પ્રતીતિ થઈ રહી છે. તાજેતરમાં ફ્રાંસના એવિયન ખાતે મળેલી જી-સાત દેશોના સમૂહની શિખર બેઠકમાં વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની નક્કર  પ્રતિબદ્ધતા આકાર લઈ શકી હતી. ફ્રાંસના અધ્યક્ષપદે યોજાયેલી આ શિખર બેઠકમાં જી-સાતના સમૂહના અન્ય સભ્ય દેશો કેનેડા, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને અમેરિકા સામેલ થયા હતા. આમાં મહત્ત્વની બાબત એ હતી કે, જી -સાત  પ્લસમાં સમાવિષ્ટ ભારત, બ્રાઝિલ, ઈજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા પણ શિખર સમેલનમાં જોડાયા હતા. આ ઉપરાંત યુક્રેન, યુએઈ અને કતારના નેતાઓને પણ તેમનો મત વ્યકત કરવા આમંત્રણ અપાયું હતું. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સતત સાતમી જી-સાત શિખર બેઠક હતી. આ વખતે જી-સાત પ્લસમાં ભારતે આરોગ્ય અને ડિજિટલ ટેકનોલોજીના મામલે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ શિખર સંમેલનમાં નવ ઘોષણાઓનો સ્વીકાર કર્યો હતોજેમાં યુક્રેનની સલામતી, ઊર્જાના માળખાનાં જતન અને પ્રાદેશિક અખંડિતતાની જાળવણીના મામલામાં એકતા સાથે સંકલપ  વ્યક્ત કરાયો હતો.  આ શિખરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા કરારને આવકારીને હોર્મુઝની ખાડીને કોઈ ટેલ કે અંતરાય વગર ચાલુ રાખવાની જરૂરતનો પુનરોચ્ચાર કરાયો હતો. મહત્ત્વની બાબત એ છે કે, ડિજિટલ ટેકનોલોજી અને એઆઈ પર ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ બાદ જી-સાત પ્લસના નેતાઓએ બાળકોની ઓનલાઈન સલામતી સુધારવા સર્વસંમતિ વ્યક્ત કરી હતી.  જી-સાત પ્લસના સભ્ય દેશોએ એઆઈના સલામત અને લાભદાયક ઉપયોગને ઉત્તેજન આપવા વિશ્વની ટોચની કંપનીઓની સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.  જે રીતે જી-સાત સમૂહમાં ફ્રાંસનું નેતૃત્વ અસરકારક બની રહ્યંy છે તે જોતાં આગામી સમયમાં આ સમૂહની અન્ય બેઠકો દુનિયા માટે ઉપયાગી બની રહેશે.  સાથોસાથ જી-20ના અધ્યક્ષ તરીકે અમેરિકાની ભૂમિકા અને બ્રિક્સના અક્ષપદે ભારતની સામેલગીરીથી જી-સાતને વધુ સફળતા મળશે એવી અપેક્ષા દુનિયાના દેશો રાખી રહ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યમાં ચીનનો આક્રમક વિસ્તારવાદ અને રશિયાના સૈન્ય વલણોને કારણે લોકશાહી મૂલ્યો જોખમમાં મુકાયાં છે, ત્યારે જી-સાતની જવાબદારી સ્વાભાવિક જ વધી છે. ભારત ભલે જી-સાતનો કાયમી સભ્ય નથી, પરંતુ તેની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતને કારણે તેને સતત `આઉટરીચ પાર્ટનર' તરીકે આમંત્રિત કરવામાં આવે છે જે દર્શાવે છે કે, ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો)ના સહકાર વિના જી-સાતના નિર્ણયો પણ અધૂરાં છે. 

Panchang

dd