કોડાય, તા. 30 : મૂળ કોડાય ગામની દીકરી અમાયરા
પૂજા વનીલ શાહે માત્ર એક વર્ષની સઘન પ્રેક્ટિસમાં જ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી
અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. દેહરાદૂનમાં યોજાયેલી 21મી નેશનલ આઇસ સ્કાટિંગ ચેમ્પિયનશિપ-2026માં અમાયરાએ સુવર્ણચંદ્રક જીત્યો
હતો. દેશના 20થી વધુ રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે
યોજાયેલી આ સ્પર્ધામાં અમાયરાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અમાયરા રેખાબેન અને
રજનીકાંત શાહ પરિવારની પૌત્રી છે. આઇસ સ્કાટિંગ જેવી રમતમાં મર્યાદિત સુવિધાઓ વચ્ચે
પણ તેની પ્રતિભા અને અવિરત પરિશ્રમના બળે રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું
છે. હવે ઓગસ્ટમાં યોજાનારી એશિયન આઇસ સ્કાટિંગ ટ્રોફીમાં અમાયરા ભારતનું પ્રતિનિધિત્વ
કરશે. આ માટે સમગ્ર કોડાય ગામ સહિત દેશવાસીઓએ અમાયરાને શુભેચ્છાઓ પાઠવી ગત વર્ષે દીકરી
અમાયરા શાહ (ઓરેન્જ ઇલેક્ટ્રોડ્સ ઇન્ડસ્ટ્રીઝ
રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ) એ દેહરાદૂન ખાતે યોજાયેલી એશિયન ઓપન આઇસ સ્કાટિંગ ચેમ્પિયનશિપમાં
ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અમાયરા એ છેલ્લાં બે વર્ષમાં જિલ્લા, રાજ્ય, આંતરાષ્ટ્રીય સ્તરે સ્કાટિંગમાં કુલ 35 જેટલી સફળતા મેળવી છે. આ સિદ્ધિને
સમાજ અને કોડાય જૈન મહાજનના પ્રમુખ અમુલ દેઢિયા,
અશ્વિન શાહ, અશોક શાહે પણ તેને બિરદાવી હતી.