ભુજ, તા. 30 : લખપત તાલુકાના યાત્રાધામ માતાના
મઢમાં તળાવમાં ડૂબી જવાથી ગામના 42 વર્ષીય રાઠોડ
પ્રફુલ દેવજીભાઇ વાળંદનું મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી હતી. આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત
વિગતો મુજબ માતાના મઢના રૂપરાઇ તળાવમાં આજે બપોરથી સાંજ દરમ્યાન પ્રફુલ રાઠોડ ડૂબી
ગયાનું સામે આવતાં તળાવમાંથી બહાર કાઢી દયાપર સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે
મૃત ઘોષિત કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
છે.