નવી દિલ્હી, તા. 30 : વરિષ્ઠ સૈન્ય
અધિકારી જનરલ ધીરજ સેઠે મંગળવારે નવા સેનાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે
સશત્ર દળોમાં 40 વર્ષથી પણ વધુ સમય સુધી સેવા
આપનારા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લીધું હતું.જનરલ સેઠે એવા સમયે સેનાની કમાન
સંભાળી છે, જ્યારે સરહદો પર પડકારજનક
સ્થિતિ છે. એક મીડિયા હેવાલ મુજબ, રાષ્ટ્રીય એકેડેમી, ખડકવાસલાના પૂર્વ છાત્ર રહી ચૂકેલા
જનરલ સેડ 1986માં સેનામાં
જોડાયા હતા. સેનાધ્યક્ષ બનાવા પહેલાં તેમણે ઉપસેના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. સધર્ન
કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે પણ કમાન સંભાળ ચુક્યા છે. ચાર દાયકાની
કારકિર્દીમાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ અભિયાનોમાં અગત્યની ભૂમિકા નિભાવી છે, જેમાં ગત વર્ષે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરમાં
પણ યોગદાન આપ્યું હતું. તેમણે સેનાના વિવિધ અભિયાનોમાં નવી ટેકનોલોજી અને ભવિષ્યમાં
યુદ્ધક્ષેત્રની જરૂરતોને પૂર્ણ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.