• બુધવાર, 01 જુલાઈ, 2026

ઓસ્ટ્રેલિયા મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં : વેસ્ટ ઈન્ડિઝ વિરૂધ્ધ 8 વિકેટે સરળ વિજય

લંડન તા.30 : મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમનો ફાઇનલમાં પ્રવેશ થયો છે. આજે રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાનો 8 વિકેટે સરળ વિજય થયો હતો. 126 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 42 દડા બાકી રાખીને 13 ઓવરમાં ફકત બે વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. બીજી સેમિ ફાઇનલ બુધવારે રમાશે. જેમાં ઈંગ્લેન્ડ-આફ્રિકા આમને-સામને હશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ખિતાબી મુકાબલો રમશે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 36 દડામાં 61 રનની અને અશ્લે ગાર્ડનરે 20 દડામાં 3પ રનની ઈનિંગ રમી હતી. બન્ને અણનમ રહી હતી. આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 12પ રન જ કરી શકી હતી. 

Panchang

dd