• બુધવાર, 01 જુલાઈ, 2026

મોટા આસંબિયાના વણોઠી ડેમનાં સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

માંડવી, તા. 30 : આ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ પેટા વિભાગ કચેરી ખાતે આસંબિયા મોટા વણોઠી ડેમમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કચેરીને ઘેરાવ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં વણોઠી ડેમ રિપેરિંગ અને મેઈન્ટેનન્સનું મંજૂર થયેલું કામ પૂર્ણ કરાયું ન હોવાની ફરિયાદ સાથે ટેકનિકલ ચકાસણી, ગુણવત્તા પરીક્ષણ, માપણી અને રેકર્ડ, દસ્તાવેજી ચકાસણી, જવાબદરી નક્કી કરવી, બાકી રહેલાં બિલની ચૂકવણી રોકવાના હુકમ સહિતની વિગતવાર માગણી કરાઈ હોવાનું જણાવાયું હતું. ઉચ્ચ અધિકારીઓ, એસીબી તથા અદાલતમાં કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ હતી. તાલુકા પ્રમુખ એડવોકેટ વલ્લભભાઈ વેલાણી, પૂર્વ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી, મહિપાલસિંહ જાડેજા, રફીકભાઈ રાયમા, યુવરાજસિંહ જાડેજા, આદમ સિધિક થૈમ, સલીમ સુમરા, સવિતાબેન સોલંકી, સુલતાન લુહાર, નરેન્દ્રસિંહ ઝાલા વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd