નવી દિલ્હી, તા. 30 : અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાંથી મોટી પછડાટ મળી છે. ફેડરલ રિઝર્વનાં
ગવર્નર લિસા કુકને બરખાસ્ત કરવાનાં પ્રયાસને અમેરિકાની સુપ્રીમ કોર્ટે પાંચ વિરુદ્ધ
ચાર જજનાં મતથી આવેલા ફેંસલામાં રોકી લેવામાં આવ્યો છે. 1913માં ફેડરલ રિઝર્વની સ્થાપના
બાદ પહેલીવાર કોઈ રાષ્ટ્રપતિએ કેન્દ્રીય બેન્કનાં અધિકારી હટાવવાની કોશિશ કરી હતી.
જો કે સુપ્રીમ કોર્ટે આ પ્રયાસને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટની નવ સભ્ય જજની પીઠે
ટ્રમ્પ પ્રશાસનનાં ફેડ ગવર્નર લિસા કુકને તાત્કાલિક બરતરફ કરતાં રોકતો નીચલી કોર્ટનો
આદેશ હટાવવાની માગણી કરવામાં આવી હતી તે અનુરોધને નકારો કાઢયો હતો.