• શનિવાર, 27 જુલાઈ, 2024

આઇપીએલ હરાજીમાં પાંચ ખેલાડી માલામાલ થશે

નવી દિલ્હી, તા. પ : આઇપીએલ-2024 સિઝનની હરાજી પહેલીવાર વિદેશની ધરતી દુબઇ ખાતે 19 ડિસેમ્બરે થવાની છે. જેમાં 77 સ્થાન માટે 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.  આ 1166 ખેલાડીઓની ફ્રેંચાઇઝીઓ અંતિમ યાદી બનાવશે. તેમના નામ જ ઓક્શનમાં સામેલ થશે. આ વખતની આઇપીએલમાં કેટલાક ખેલાડી માલામાલ થશે. જેમાં પાંચ ખેલાડી એવા છે જેમના પર કરોડોની બોલી લાગી શકે છે. શ્રીલંકાના સ્પિનર વાનિંદુ હસરંગાને આરસીબીએ રિલીઝ કરી દીધો છે. ઇજાને લીધે તે વન ડે વિશ્વ કપ રમી શકયો ન હતો. હવે તે ફિટ છે. હસરંગાને ટી-20 ફોર્મેટનો સૌથી સફળ સ્પિનર ગણવામાં આવે છે. આ ઉપરાંત નીચેના ક્રમનો તે ઉપયોગી બેટધર પર છે. આથી આઇપીએલ હરાજીમાં તેના પર મોટી બોલી લાગી શકે છે. ન્યુઝીલેન્ડના યુવા સ્પિન ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રને ખરીદવા ફ્રેંચાઇઝીઓ પડાપડી કરશે. વન ડે વર્લ્ડ કપમાં તેણે 3 સદી સાથે પ00થી વધુ રન 100થી વધુની સ્ટ્રાઇક રેટથી કર્યાં હતા. આથી આઇપીએલની હરાજીમાં તેને મોટી રકમ મળી શકે છે. દ. આફ્રિકાનો ઓલરાઉન્ડર ગેરાલ્ડ કોએત્ઝી વર્લ્ડ કપમાં દ. આફ્રિકાનો સૌથી સફળ બોલર હતો. તેની પાસે સચોટ બાઉન્સર છે. તેની બેટિંગ પણ વિસ્ફોટક છે. આથી આ અફ્રિકી ઓલરાઉન્ડર પર આઇપીએલની હરાજીમાં રૂપિયાનો વરસાદ થઇ શકે છે. ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ હરાજીમાં લાવલાવ થશે. તેને કેકેઆર ટીમે રિલીઝ કર્યો છે. તે સારો મધ્યમ ઝડપી બોલર ઉપરાંત આક્રમક બેટધર પર છે. તે ભાગીદારી તોડવા માટે જાણીતો છે. આ કારણ કે આઇપીએલના ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની શકે છે. ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાનો આક્રમક ઓપનર છે. તેણે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત સામે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. ટ્રેવિસ હેડ પાર્ટ ટાઈમ સ્પિનર પણ છે. આઇપીએલ હરાજીમાં તેના પર 12થી 1પ કરોડની બોલી લાગી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang