નવી દિલ્હી, તા. 25 : ઔદ્યોગિક
માંગમાં ઘટાડો થવા સાથે ડોલરની મજબૂતી, અમેરિકામાં ઊંચા વ્યાજદરો સહિતનાં વિવિધ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોની અસરથી
સોનાં-ચાંદીની ચમક ફરી ઘટી છે. ચાંદીની કિંમત નવ હજાર રૂપિયાથી વધુ (9103) ઘટીને પ્રતિ કિલોગ્રામ 1.43 લાખ રૂપિયા પર આવી ગઇ છે. આ
છેલ્લા 13 મહિનામાં ચાદીના સૌથી ઓછા ભાવ
છે. બીજી તરફ 3653ના કડાકા સાથે 10 ગ્રામ 23 કેરેટ સુવર્ણની કિંમત પણ ઘટી
જઇને 1.21 લાખ રૂપિયા પર આવી ગઇ છે. ઈન્ડિયા
બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઇબીજેએ)ના જણાવ્યાનુસાર સોનું 1.76 લાખ રૂપિયાની સર્વકાલિન ટોચેથી નીચે સરકીને 32 ટકા જેટલું સસ્તુ થઇ ચૂકયું છે. એ જ રીતે, ચાંદી પણ 3.80 લાખ રૂપિયાની સર્વકાલિન ટોચ
પર પહોંચી ગયા પછી નીચે સરકીને 63 ટકા જેટલી
સસ્તી થઇ ચૂકી છે. ચાંદીનો મોટાં પ્રમાણમાં ઉપયોગ સોલાર પેનલ, ઇલેકટ્રોનિકસ અને ફેકટરીઓમાં થાય છે,
આ ક્ષેત્રમાં સુસ્તથી માંગ ઘટવાની અસરરૂપે ચાંદીની કિંમત ઘટી છે.