• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

કુકમા ગામે તળાવમાં વહેતું ગટરનું પાણી રોકવામાં તંત્રની બેદરકારીનો આક્ષેપ

ભુજ તા. 25 : તાલુકાના કુકમા ગામે ગટરનું પાણી છેલ્લા કેટલાક સમયથી તળાવમાં વહી રહ્યું હોવાની લોકોની ફરિયાદ સાથે આક્ષેપ ઊઠ્યો છે કે, આ બાબતે પંચાયત દ્વારા ગટરનું પાણી તળાવમાં જતું રોકવા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. આ બાબતે સરપંચ રસીલાબેન રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બે ચાર દિવસથી ગામની ઉપર બાજુના રેલવે સ્ટેશન તરફના નવાવાસ વિસ્તારની ગટર લાઈનમાં ભંગાણ પડતા ગટરનું પાણી ગટર પાઇપ લાઇનને બદલે લીક થઈ બહાર વહી રહ્યું છે આ ભંગાણના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું જણાવી આ બાબત પંચાયતના ધ્યાને આવતાં જ આ લીકેજ રોકવા અને ક્યા કારણે ભંગાણ સર્જાયું છે તે શોધી સમસ્યા કાયમી રીતે ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા છે અને જરૂર પડયે મશીનરીનો ઉપયોગ કરી આ કામ હાથ ધરવામાં આવશે, સંભવિત એકાદ દિવસમાં જ આ સમસ્યા પૂર્ણ રીતે ઉકેલાઈ જાય તે રીતે આ કામ તાકીદે પૂર્ણ કરવા સબંધિતોને સૂચના પણ આપી દેવાઈ છે તેવું પણ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કુકમા જુથ ગ્રામ પંચાયતની મુદત હવે ગણતરીના દિવસોમાં જ એટલે કે ડીસેમ્બર માસમાં પૂર્ણ જવા થઈ રહી છે અને સત્તા મેળવવા ઈચ્છુક જુથો સક્રિય બન્યા છે, જો ચુંટણી યોજવામાં વિલંબ થશે તો સંભવિત વહીવટદારને સુકાન સોંપાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd