ગાંધીધામ, તા. 25 : મિશન ફ્યુજીટિવ હેઠળ પૂર્વ
કચ્છ પરોલ ર્ફ્લો સ્કવોડે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે ગાંધીધામ એ-ડિવિઝન
તથા રાપર પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એઁસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપી ઈમરાન અબ્દુલ રાઉમા
(ઉ.વ. 28, હાલે રહે. આદિપુર, મૂળ રહે લાકડિયા, તા.
ભચાઉ)ને આદિપુર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.