ગાંધીધામ, તા. 25 : અહીંની ખાનગી હોસ્પિટલના તબીબોની
કથિત બેદરકારીથી 25 વર્ષીય યુવાનનાં
મોત નીપજવા મામલે 48 કલાક બાદ
હોસ્પિટલ દ્વારા અપાયેલી લેખિતમાં માહિતીથી
સંતોષ ન હોઈ પરિવારજનો દ્વારા કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે. દરમ્યાન હોસ્પિટલ
દ્વારા હતભાગી યુવાની સારવારમાં કોઈ પણ બેદરકારી દાખવવામાં આવી ન હોવાનું લેખિતમાં
જણાવાયું હતું. હતભાગી ભરત જેઠાભાઈ પાતારિયાને ફેફસાંમાં લોહી પડતું હોવાની ફરિયાદ સાથે દાખલ કરાયા હતા.
18મીએ તબિયત બગડતાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા
રાજકોટ કે અમદાવાદ લઈ જવા કહેવાયું હતું દરમ્યાન રાજકોટમાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી
સમાજ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ રેલી યોજાઈ હતી, ત્યારે 48કલાકમાં કાર્યવાહીની ખાતરી આપી હતી.આજે ફરી રેલી સ્વરૂપે
સમાજના લોકો પહોંચ્યા હતા. હોસ્પિટલ દ્વારા
લેખિતમાં શું સારવાર કરી તેની માહિતી આપી હતી. પરિવારજનો સાથે ચાર વખત કાઉન્સેલિંગ
કરવામાં આવ્યું હતું અને સ્ટર્લિંગ દ્વારા અલગ-અલગ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ ઈન્ટેન્સિવિસ્ટ અને ઈન્ટરવેન્શલ રેડિયોલોજિસ્ટની
ટીમ બનાવવામાં આવી હતી અને ટીમે આ કેસમાં તમામ
જરૂરી ક્લિનિકલ નિયમો અને પ્રોટોકોલ
પાળવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો ખુલાસો સંતોષકારક
ન હોવાનું અને પરિવારજનો દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાંનો નિર્ણય લેવાયો હોવાનું કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ
જીવરાજ ભાંભીએ જણાવ્યું હતું.