• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ભુજમાંથી ગુમ થયેલા યુવાનની લાશ બરેલીની હોટેલમાંથી મળી

ભુજ, તા. 25 : ગત 20 નવેમ્બરે ભુજમાંથી 38 વર્ષીય યુવાન જાવેદ હસન બકાલી ગુમ થયો હતો. આ ગુમ થયેલા જાવેદનો મૃતદેહ ઉત્તર પ્રદેશના બરેલીની હોટેલમાંથી મળી આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જાવેદ ગુમ થતાં અટકાયતના ઇરાદે કોઇ અજાણ્યાએ અપહરણ કર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી. જાવેદનું બાઇક ભુજના રેલવે મથક પાસેથી મળ્યાનું ફરિયાદમાં લખાવાયું હતું. આ વચ્ચે ગઇકાલે ઉત્તર પ્રદેશની બરેલી પોલીસે જાવેદના પરિજનોને જાણ કરી હતી કે, ત્યાંની એક હોટેલમાંથી જાવેદની લાશ મળી છે, ત્યાંની પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં જાવેદનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું બહાર આવ્યાનું એ-ડિવિઝન પી.એસ.આઇ. એચ.આર. મોરીએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd