• સોમવાર, 16 નવેમ્બર, 2026

વરસાણા નજીક કારનું પૈડું ફાટયા બાદ કાર અથડાઈ : સવાર મહિલાનું મોત

ગાંધીધામ કાસેઝની કંપનીમાં ગેટ માથે પડતાં આધેડે જીવ ખોયો : વીડીમાં ગળેફાંસો ખાઈ વૃદ્ધે જીવન ટુંકાવ્યું : વીડીમાં કિશોરનું મોત

ગાંધીધામ, તા. 15 : અંજારના વરસાણા નજીક કારનું પૈડું ફાટતાં કાર ભટકાતાં તેમાં સવાર મીનાક્ષીબેન સુરેશ બલોદિયા (ઉ.વ. 43)નું મોત થયું હતું. બીજીબાજુ ગાંધીધામ કાસેઝની કંપનીમાં લોખંડનો ભારે ગેટ માથે પડતાં કામશ્વાપ્રસાદ માજી (ઉ.વ. 53)ને જીવ ખોવાનો વારો આવ્યો હતો તેમજ અંજારમાં સેનાભાઈ દલાભાઈ પરમાર (ઉ.વ. 66)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો તથા વીડીમાં વિમલેશકુમાર કૃષ્ણ કોરવા (ઉ.વ. 16)નું મોત થયું હતું.

શિણાયની રોયલ અજંતા સોસાયટીમાં રહેતા પરિવારને ગત તા. 14/11ના સવારના અકસ્માત નડયો હતો. પરિવાર કાર નં. જીજે-36-એજે-4496માં સવાર થઈને જઈ રહ્યો હતો. આ કાર ટોયોટા શો-રૂમની સામે વરસાણા પાસે પહોંચી હતી, ત્યારે કારનું પૈડું ફાટતાં કાર ત્યાં અથડાઈ હતી, જેમાં સવાર મીનાક્ષીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાતાં વધુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બીજી બાજુ ગાંધીધામના કાસેઝમાં યુનાટેઈડ ડ્રીલિંગ ટૂલ્સ લિમિટેડ કંપનીના ગેટ પાસે બનાવ બન્યો હતો. સથવારા કોલોનીમાં રહેનાર કામશ્વા નામના આધેડ ગત તા. 12/11ના સાંજે આ કંપનીના ગેટ પાસે હતા, ત્યારે અચાનક તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાયા બાદ સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ એક બનાવ અંજારના વીડીમાં પૂજાબેન જયેશ પૂજારાની વાડીમાં બન્યો હતો. અહીં રહેનાર સેનાભાઈ નામના વૃદ્ધે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુનો એક બનાવ અંજાર-મુંદરા હાઈવે એટીએસ માઈનિંગ-વીડીમાં બન્યો હતો. અહીં રહેનાર વિમલેશકુમાર નામના કિશોરને છાતીમાં દુ:ખાવો થતાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે આ કિશોરને મૃત જાહેર કર્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd