• સોમવાર, 16 નવેમ્બર, 2026

દિવ્યાંગ ખેલમહાકુંભમાં 35 રમતવીરે ભાગ લીધો

એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા ખાવડા ખાતે કરાયું આયોજન

ખાવડા, તા. 15 : એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પ્રોજેક્ટ `સંપૂર્ણ' અંતર્ગત ખાવડા ખાતે સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભમાં બન્ની અને ખાવડા વિસ્તારના 35 દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. રમતોત્સવમાં ચક્રફેંક, ગોળાફેંક અને ભાલાફેંક જેવી વિવિધ એથ્લેટિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા ખેલાડીઓને પુરસ્કાર અને સન્માન આપી પ્રોત્સાહિત કરાયા હતા. વર્ષ 2025માં યોજાયેલા સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સ્થાનિક દિવ્યાંગ ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ એગ્રોસેલ ફાઉન્ડેશનના સીઈઓ બીરેન કુમાર બ્રહ્મા અને સીએસઆર સિનિયર મેનેજર વિશાલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ડેપ્યુટી મેનેજર જિગર વૈદ્ય, પ્રતાપ ચાવડા, રામજી સોલંકી, સઈદ સમા, ઝકરિયા સમા, ગફુર સમા અને ખમીષા મુતવા ઉપસ્થિત રહ્યા હતા. વીઆરટીઆઈ સંસ્થાના રાઉફ સમા, ગનીભાઈ સમા અને અસલમ મુતવા, મીનટુબેન સોલંકી, જૂસબ નોડેએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ રમતોત્સવનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપી તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd