• સોમવાર, 16 નવેમ્બર, 2026

ભારતની બદનામીથી સત્તા નહીં મળે

નવીદિલ્હી, તા. 1પ : કેન્દ્રની મોદી સરકાર ઉપર વોટ ચોરીનો આરોપ લગાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર જવાબી પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારત અને તેની લોકતાંત્રિક સંસ્થાઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકાસ કામોને બદનામ કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આવી રીતે ભારતની બદનામીથી સત્તા નહીં મળે. રાહુલ ગાંધી સત્તામાં પરત આવવા માગતા હોય તો તેમણે વિદેશ જવાનું બંધ કરવું પડશે. તેમણે ગામડાઓમાં જવું જોઈએ. અન્યથા હજી 30 વર્ષ સત્તા વિહીન રહેવું પડશે. અમિત શાહ પૂણેમાં રાષ્ટ્રીય હેવી એન્જિનિયરિંગ સહકારી ક્ષેત્રને ફરીથી બેઠું કરવાની પહેલની આધારશીલા રાખવાનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ સતત ચૂંટણીઓ હારી રહ્યો છે. આ નિરાશામાં જ પક્ષ હવે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર દેશ અને તેનાં નેતૃત્વને નિશાન બનાવે છે. શાહે 13 અને 14મી નવેમ્બરે હૈદરાબાદમાં યોજાયેલાં ભારત સંમેલન ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસનાં નેતૃત્વવાળી તેલંગણ સરકારે કર્યું હતું અને તેમાં દેશ-વિદેશથી ડાબેરી વિચારધારાને પ્રેરતા લોકોને તેડાવવામાં આવ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd